• Home
  • News
  • શહેરમાં આર્થિકમંદી તેમજ શારિરીક-માનસિક ત્રાસથી કંટાળી 43 દિવસમાં 28 મહિલા સહિત 110એ આપઘાત કર્યો
post

આપઘાત કરવામાં સૌથી વધારે 82 પુરુષો તેમજ 28 મહિલાઓ સામેલ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-15 12:10:09

અમદાવાદ: માર્ચ મહિનાથી શરૂ થયેલી કોરોના મહામારીને પગલે રાજ્યની પ્રજા આર્થિક તેમજ માનસિક રીતે ભાગી પડી છે. લોકરક્ષણ માટે સરકારે માર્ચથી સતત લોકડાઉન જાહેર કર્યું હતું. જેના કારણે વેપાર-ધંધા ઠબ પડી ગયા હતા. સાથે સતત ઘરમાં જ કેદ થઈ જવાને કારણે મોટાભાગના લોકો ડિપ્રેશનનો ભોગ પણ બન્યા છે. જેના કારણે આપઘાતના કેસોમાં પણ વધારો થયો છે. છેલ્લા 43 દિવસની વાત કરીએ તો માત્ર અમદાવાદમાં જ 110 લોકોએ ડિપ્રેશન તેમજ વેપાર-ધંધામાં નુકસાન તેમજ ઘરેલૂ કંકાશના કારણે આપઘાત કરી લીધો છે. જેમા સૌથી વધુ પુરૂષો દ્વારા આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. 

આર્થિકમંદી સહિતથી હાર માની 82 પુરુષઓએ જીવન ટુંકાવ્યું
રાજ્યમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં જોવા મળ્યું છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા શહેર મોટાભાગના વિસ્તારોને માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોન હેઠળ મૂકવામાં આવ્યા છે. આ સ્થિતીમાં સામાન્ય લોકો સૌથી વધુ મુશ્કેલી વેઠી રહ્યા છે. વેપાર-ધંધા બંધ થઈ જવાથી તેઓના રોજગારમાં પણ મોટી અસર પડી છે. તેમજ પરિવાર મોટો હોવાથી ખર્ચ પણ વધારે થાય છે. જોકે હાલમાં સરકારે મોટાભાગના વેપાર-ધંધા શરૂ કરાવી દીધા છે. પરંતુ રોજગાર મામલે હજુ પણ સામાન્ય માણસ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. જેના કારણે અંતે આપઘાત જેવું પગલું ભરી રહ્યા છે. 43 દિવસમાં શહેરમાં કુલ 110માંથી 82 પુરુષો એવા છે જેમણે આર્થિકમંદી તેમજ પારિવારીક મુશ્કેલીને કારણે આપઘાત કરી લીધો છે. 

શારિરીક તેમજ માનસિક ત્રાસથી 28 મહિલાએ આપઘાત કર્યો
1
જૂનથી 13 જુલાઈ સુધીમાં કુલ 110 લોકોએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટુંકાવ્યું છે. જેમા સૌથી વધારે 82 પુરુષો તેમજ 28 મહિલાઓ સામેલ છે. ઘરમાં જ કેદ થઈ જવાના કારણે ઘરેલૂ કંકાશમાં પણ વધારો જોવા મળ્યો છે. જેના કારણે મહિલાઓ દ્વારા પણ શારિરીક તેમજ માનસિક અત્યાચારની ફરિયાદો શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં વધી રહી છે. ત્યારે કેટલીક મહિલાઓએ હિમ્મત હારીને આપઘાત જેવું પગલું પણ ભર્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post