• Home
  • News
  • ડ્રગ્સ વિરોધી લડતમાં મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં સાવ ઊલટી જ ગંગા વહે છે
post

પેડલર્સનો ભાંડો ફૂટયો પણ પોલીસની કોઈ કાર્યવાહી નહીં, સરકારને કંઈ પડી જ નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-05 10:37:23

મુંબઈ નજીક મધદરિયે ક્રુઝ શિપમાંથી રેવ પાર્ટીમાં દરોડો પાડીને એનસીબીની ટીમે ફિલ્મ સ્ટાર શાહરૃખ ખાનના પુત્ર આર્યન સહિત ત્રણ લોકોની ધરપકડ કરી મોટી કાર્યવાહી કરી હતી. જો કે, ડ્રગ્સનો જથ્થો નાનો હતો પણ આરોપીઓની પૂછપરછ કરી એનસીબીની ટીમ મોટી માછલીઓ અને ડ્રગ્સ માફિયાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે તે ચોક્કસ છે.

જો કે, મુંબઈ એનસીબી અને પોલીસની ડ્રગ્સ વિરોધી લડાઈ કરતાં ગુજરાતમાં ઉલટી ગંગા વહેતી હોવાનું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં ડ્રગ્સના મોટા કન્સાઈન્મેન્ટ પકડવા સીવાય એનસીબી કે પોલીસને કોઈ રસ નથી. સંદેશએ ડ્રગ્સ વેચતા ૨૦ પેડલરને ખુલ્લા પાડયા છતાં ગુજરાત પોલીસ કે ગ્દઝ્રમ્એ કોઈ કાર્યવાહી ના કરી તો સરકારે પણ આ મુદ્દે જવાબ માંગવાની તસ્દી ના લીધી.જેના પગલે લોકોમાં સવાલ ઉઠયા છે કે, શું ગુજરાતમાં ડ્રગ્સનું દુષણ આવી રીતે દુર થશે? ડ્રગ્સનું દુષણ ફેલાવતાં નાના પેડલરોને પકડવા મામલે પોલીસ અધિકારીઓ કાયદાને દોષ આપી ફેરફારની વાતો કરે છે તો બીજી તરફ સરકારનું વલણ જાણે કઈ પડી નથી તેવું જોવા મળી રહ્યું છે. ગ્દઝ્રમ્ અને પોલીસ મુંબઈ અને દિલ્હીમાંથી પકડે તો ગુજરાતમાંથી કેમ નહી? સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં એનસીબી કે પોલીસને નાના ડ્રગ્સ પેડલરો કે ડ્રગ્સનો જથ્થો પકડવામાં કોઈ રસ નથી.

સંદેશની ટીમ દ્વારા ગુજરાતના ચાર શહેરોમાં કોકેઈન, એમડી, મલાણા ક્રીમ ચરસ, ન્જીડ્ઢ જેવા ડ્રગ્સનો વેપલો કરતાં ૨૦ જેટલા પેડલરોનો પર્દાફાશ કરવામાં આવ્યો પણ છતાં પણ આ મામલે કોઈ કાર્યવાહી થઈ ન હતી. પોલીસ અધિકારીઓએ એનડીપીએસના કાયદા મુજબ તેઓ સામે કાર્યવાહી ના થઈ શકે તેમ કહી હાથ ખંખેર્યા હતા.

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોત મામલે તપાસ કરી રહેલી સીબીઆઈ અને એનસીબીની ટીમને નિવેદનમાં જાણવા મળ્યું કે, ડ્રગ્સના પાર્ટીઓ થતી હતી. આ ડ્રગ્સની પાર્ટીઓ મામલે એનસીબીની ટીમે તપાસ કરીને સુશાંતસિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેના ભાઈ સહીત અન્ય લોકોની ધરપકડ કરી હતી. તો સ્ટિંગ ઓપરેશનમાં ડ્રગ્સ વેચતા કેમેરામાં કેદ થયેલા ૨૦થી વધુ પેડલરોને પકડવા માટે ગુજરાત પોલીસ અને એનસીબીને એનડીપીએસના કાયદામાં કેમ કોઈ જોગવાઈ ના મળી? તે મુદ્દો શંકા ઉપજાવે તેવો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post