• Home
  • News
  • છેલ્લા 9 દિવસમાં ટેસ્ટની સંખ્યા 3147 ઘટાડી પણ કેસોની સંખ્યા ઘટી માત્ર 56
post

છેલ્લા 9 દિવસમાં ટેસ્ટની સંખ્યા 56 ટકા કરતાં વધુ ઘટાડી દેવાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-15 09:05:56

અમદાવાદ: છેલ્લા 9 દિવસમાં સરકારે રાજ્યમાં થતા કોરોનાના ટેસ્ટની સંખ્યા સતત ઘટાડી દીધી છે. 6ઠ્ઠી મેએ રાજ્યમાં 5559 ટેસ્ટ થયા હતા. જેની સામે 380 પોઝિટિવ કેસ હતા. જ્યારે 14મી મેએ આખા રાજ્યમાં માત્ર 2412 ટેસ્ટ થયા હતા. જેની સામે 324 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ છેલ્લા 9 દિવસમાં ટેસ્ટની સંખ્યા 56 ટકા કરતાં વધુ ઘટાડી દેવાઈ છે. પરંતુ પોઝિટિવ કેસની સંખ્યામાં માત્ર નજીવો ઘટાડો થયો છે. ટેસ્ટ ઘટાડીને ટેસ્ટ ઓછા બતાવવાનો રાજ્ય સરકારનો આ કારસો પણ નિષ્ફળ નીવડ્યો છે. 

14 દિવસને બદલે માત્ર 10 દિવસમાં જ ટેસ્ટ કર્યા વગર રજા આપી
બીજી તરફ રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ હજુ પણ એવું કહી રહ્યા છે કે, આ માત્ર નાનો-મોટોફેરફાર છે. ટેસ્ટ ઓછા થયા એ એક ભ્રમ છે, માત્ર નાના-મોટા ફેરફાર સંખ્યામાં થાય છે. અત્યાર સુધીમાં ગુજરાતે દર દસ લાખ લોકોએ કરેલાં ટેસ્ટ અન્ય રાજ્યોની સરખામણીએ વધુ છે. કોંગ્રેસે જણાવ્યું છે કે, દર્દીઓની સંખ્યા ઓછી બતાવવાના ઈરાદાથી કોરોના ટેસ્ટની સંખ્યા વધારવાને બદલે ઘટાડી દેવાઈ છે. તથા દર્દીઓને 14 દિવસને બદલે માત્ર 10 દિવસમાં જ ટેસ્ટ કર્યા વગર રજા આપી દેવાનો ભાજપ સરકારનો નિર્ણય રાજ્યની આમપ્રજા માટે ઘાતક નીવડે એવી સંભાવના છે.


સતત ઘટતી ટેસ્ટની સંખ્યા

દિવસ

ટેસ્ટ

પોઝિટિવ

ટકાવારી

14 મે

2,412

324

13.43

13 મે

2761

364

13.23

12 મે

3066

362

11.80

11 મે

2978

347

11.65

10 મે

3843

398

10.35

9 મે

4263

394

9.24

8 મે

4835

390

8.06

7 મે

5362

388

7.23

6 મે

5559

380

6.83

દર 10 લાખે ટેસ્ટ

1

દિલ્હી

6043

2

 આંધ્રપ્રદેશ

4030

3

તામિલનાડુ   

3850

4

રાજસ્થાન

2520

5

ચંદીગઢ

2125

6

ગુજરાત

1859

7

કર્ણાટક

1791

8

મહારાષ્ટ્ર

1745

9

કેરળ

1066

10

મધ્યપ્રદેશ

1012

ખાનગી લેબમાં કોરોનાનો ટેસ્ટ કરવા પર પ્રતિબંધ મુકાયો
ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરવા ઉપર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. અગાઉ આઇસીએમઆરની ગાઇડલાઇન મુજબ ગુજરાતમાં પાંચ ખાનગી લેબોરેટરીને કોરોના માટેના ટેસ્ટ કરવા મંજૂરી આપી જેથી રાજ્યની સરકારી તંત્રની મર્યાદાને પહોંચી વળી મહત્તમ ટેસ્ટ કરી શકાય.  પરંતુ જો કોઈનો ટેસ્ટ પોઝિટિવ આવે તો સરકારની મંજૂરી વિના જાહેર ન કરી શકાય તેવા નિયંત્રણો મુકાયા હતા. ખાનગી લેબોરેટરીઓ પર મુકાયેલા આ પ્રતિબંધનો  બચાવ કરતા આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, અમને એવું પણ જાણવા મળ્યું છે કે આ લેબ ખૂબ વધુ પ્રમાણમાં ટેસ્ટનો ચાર્જ કરે છે જ્યારે સરકારી લેબમાં તે નિ:શુલ્ક થાય છે. તેથી જરૂર હોય તેવા દર્દીઓનો ટેસ્ટ હવે સરકારી લેબમાં જ થશે.