• Home
  • News
  • ....ના દીકરીઓ સુરક્ષિત નથી:ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં દુષ્કર્મની 9433 ઘટના, દર વર્ષે સરેરાશ 1886 અને દરરોજ 5 દુષ્કર્મ થયા
post

2016માં 2036, 2018માં 2008, 2017માં 1710 અને 2015માં 1612 દુષ્કર્મ

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-05 09:47:34

એક તરફ ઉત્તરપ્રદેશના હાથરસની ઘટના શમી નથી ત્યાં ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં દુષ્કર્મની 4 ઘટનાઓ સામે આવે છે. એક તરફ મહિલા સુરક્ષાની વાતો કરવામાં આવે છે ત્યારે દુષ્કર્મની ઘટનાઓ સૌકોઇનું હૃદય કંપાવી દે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સંતરામપુર અને જામનગરમાં ગેંગરેપ તો બોડેલી, વડોદરા અને હળવદમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. NCRB દ્વારા પ્રતિવર્ષ બહાર પડાતા દુષ્કર્મના આંકડા જોઇએ તો છેલ્લા પાંચ વર્ષમાં 2015થી 2019માં ગુજરાતમાં 9433 દુષ્કર્મની ઘટના નોંધાઈ છે. જેમાંથી 3043 દુષ્કર્મ અને POCSO(પોક્સો) હેઠળ 6390 દુષ્કર્મ નોંધાયા છે. પાંચ વર્ષના આંકડા મુજબ રાજ્યમાં દર વર્ષે સરેરાશ 1886 કેસ અને દરરોજ સરેરાશ 5 દુષ્કર્મની ઘટના નોંધાય છે.

છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ દુષ્કર્મ 2019માં
છેલ્લા પાંચ વર્ષના એટલે કે 2015થી 2019ના NCRBના આંકડા જોઇએ તો કુલ 9433 દુષ્કર્મની ઘટનામાંથી સૌથી વધુ 2067 દુષ્કર્મ 2019માં નોંધાયા છે. જ્યારે 2016માં 2036, 2018માં 2008, 2017માં 1710 અને 2015માં 1612 દુષ્કર્મ નોંધાયા છે. IPC મુજબ નોંધાયેલા 3043 દુષ્કર્મમાં 1728 પીડિતા 18થી 30 વર્ષ વચ્ચેની છે. જ્યારે 663 પીડિતા 30થી 45 વર્ષ વચ્ચે અને 557 પીડિતા 12થી 18 વર્ષ વચ્ચે વચ્ચે છે.

છેલ્લા 5 વર્ષમાં નોંધાયેલા દુષ્કર્મ

વર્ષ

દુષ્કર્મ

પોક્સો હેઠળ

2019

528

1539

2018

553

1455

2017

477

1233

2016

982

1054

2015

503

1109

​​​​​​મિત્ર, લિવ-ઇન અને અલગ થઇ ગયેલા પતિનો ભોગ બનનાર પીડિતા સૌથી વધુ

3043 દુષ્કર્મમાંથી 1505 પીડિતા પર મિત્ર, લિવ-ઇન અને અલગ થઇ ગયેલા પતિએ દુષ્કર્મ આચર્યું છે. 1261 પીડિતા પાડોશી, ફેમિલી ફ્રેન્ડ્સનો ભોગ બની છે. જ્યારે 191 પીડિતા પર ફેમેલી મેમ્બર્સે દુષ્કર્મ આચર્યું છે.

ગુજરાતમાં 24 કલાકમાં દુષ્કર્મની 4 ઘટના
ઉતરપ્રદેશના હાથરસમાં યુવતી પર થયેલા ગેંગરેપ બાદ હત્યાની ઘટના હજી તાજી જ છે, ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં દુષ્કર્મની 4 ઘટના સામે આવી છે. મહીસાગર જિલ્લામાં મહિલા પર ગેંગરેપ, વડોદરામાં લગ્નની લાલચ આપીને યુવતી પર દુષ્કર્મ અને બોડેલીમાં ફેસબુક પર ફ્રેન્ડશિપ કરીને યુવાને યુવતી દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે જામનગરના યાદવનગરમાં રહેતી 17 વર્ષની સગીરા પર ચાર શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યુ છે.

adv

Related News

post
post
post
post
post
post
post