• Home
  • News
  • ટેસ્ટમાં છેલ્લા પાંચ વર્ષમાં રવિન્દ્ર જાડેજા બેસ્ટ, બેટિંગ અને બોલિંગ બંનેમાં કરી કમાલ
post

રવિન્દ્ર જાડેજા હાલમાં વિશ્વનો નંબર વન ઓલરાઉન્ડર ખેલાડી છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-27 18:42:27

ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના બીજા દિવસે કપરી પરિસ્થિતિમાં રવિન્દ્ર જાડેજાએ 81 રનની અણનમ ઈનિંગ રમી હતી. એક સમયે એવું લાગતું હતું કે ભારતીય ટીમ પ્રથમ દાવમાં 50 અથવા 60 રનથી વધુની રનની લીડ મેળવી શકશે નહીં. પરંતુ જાડેજાએ શાનદાર ઈનિંગ રમીને ભારતને 175 રનની લીડ અપાવી.

રવિન્દ્ર જાડેજાની બેટિંગમાં સુધારો

છેલ્લા પાંચ વર્ષમાં રવિન્દ્ર જાડેજાની બેટિંગમાં સૌથી વધુ સુધારો જોવા મળ્યો છે. રવિન્દ્ર જાડેજાએ 2012માં ભારત તરફથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારે પણ જાડેજાની બેટિંગ સારી હતી. જો કે, 2018 સુધી જાડેજાએ 59 ઈનિંગમાં 31ની બેટિંગ એવરેજથી 1404 રન બનાવ્યા હતા. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ નવ અડધી સદી અને એક ફિફ્ટી ફટકારી હતી. ત્યાર બાદ જાડેજાની બેટિંગમાં અદભૂત બદલાવ જોવા મળ્યો. 2018થી જાડેજાએ 41 ઇનિંગ્સમાં 45ની  બેટિંગ એવરેજથી 1473 રન બનાવી ચૂક્યા છે. આ દરમિયાન જાડેજાએ 11 અડધી સદી અને બે ફિક્ટી ફટકારી હતી.

રવિન્દ્ર જાડેજાની શાનદાર બોલિંગ   

રવિન્દ્ર જાડેજાએ બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ કમાલ કરી છે. જાડેજા ઈંગ્લેન્ડ સામે પ્રથમ દાવમાં ત્રણ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. જાડેજાની બોલિંગ એટલી શાનદાર હતી કે ઈંગ્લેન્ડનો ટીમ દાવ માત્ર 246 રનમાં જ સમેટાઈ ગયો હતો. 

ટેસ્ટ મેચમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેનો

ભારત માટે સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેનોમાં જાડેજાએ હવે છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં સેહવાગના નામે 104 ટેસ્ટમાં 91 સિક્સર છે, જ્યારે એમએસ ધોનીએ 90 ટેસ્ટમાં 78 સિક્સર ફટકારી છે. ત્રીજા નંબર પર રોહિત શર્માનું નામ આવે છે. રોહિત શર્માએ અત્યાર સુધી 55 ટેસ્ટમાં 77 સિક્સર ફટકારી છે. સચિન તેંડુલકરની વાત કરીએ તો તેણે 200 ટેસ્ટ રમીને 69 સિક્સર ફટકારી હતી. ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે 131 ટેસ્ટ રમ્યા બાદ કુલ 61 સિક્સર ફટકારી હતી. રવિન્દ્ર જાડેજાએ 60 સિક્સર ફટકારી છે. તેનો અર્થ એ કે, જો તે વધુ એક છગ્ગો ફટકારે છે, તો તે કપિલ દેવની બરાબરી પર આવી જશે અને બે છગ્ગા ફટકાર્યા પછી તેના કરતા આગળ જઈ શકશે.

adv

Related News

post
post
post
post
post
post
post