• Home
  • News
  • સરકાર સાચા આંકડા તો જણાવો:સરકારની યાદીમાં ગુજરાતમાં કોરોનાના 86 દર્દી વેન્ટિલેટર પર, પણ સરકારી-ખાનગી હોસ્પિટલના રિપોર્ટમાં 596 દર્દી વેન્ટિલેટર પર
post

કોરોનાની બીમારી છૂપાવવાથી નહીં પણ જણાવવાથી ખતમ થાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-12 09:29:47

શું સરકાર કોરોના દર્દી અંગે પોતાની પ્રેસ યાદીમાં ખોટા આંકડા જણાવે છે? કારણ કે રવિવારની યાદીમાં સરકારે ગુજરાતમાં વેન્ટિલેટર પર 86 દર્દી દર્શાવી રહી છે. પરંતુ રાજ્યના સરકારી અને ખાનગી હોસ્પિટલમાંથી જે આંકડા મળ્યાં છે તે મુજબ 596 દર્દી વેન્ટિલેટર પર છે. આ દર્દીમાં બાયપેપ પરના દર્દીનો સમાવેશ થતો નથી. જે બાયપેપના દર્દીઓને પણ સામેલ કરીએ તો આંકડા 800 સુધી પહોંચે છે. આખરે શા માટે ગુજરાત સરકાર કોરોનાથી જોડાયેલા સાચા આંકડા નથી જણાવતી? આ પહેલા કોરોનાના કેસ અને મોતના આંકડા અંગે પણ સવાલ ઊભા થઈ ચૂક્યા છે.

બાયપેપના દર્દીઓ ગણવામાં આવ્યા નથી
સરકારના દાવા મુજબ, રાજયમાં હાલમાં 15,717 એક્ટિવ કેસમાંથી માત્ર 86 દર્દીઓ જ વેન્ટિલેટર પર છે. પરંતુ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મોરબી, પોરબંદર,ગીર સોમનાથ અને અમરેલીના સ્થાનિક હેલ્થ વિભાગ પાસેથી મળેલા આંકડાઓ મુજબ આ શહેરોમાં જ કુલ 596 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ આંકડામાં બાયપેપના દર્દીઓ ગણવામાં આવ્યા નથી. અમદાવાદ સહિત ચારેય મહાનગરોમાં બાયપેપ પર 204 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ જે.વી.મોદીએ કહ્યું કે, બાયપેપ પણ વેન્ટિલેટર જ છે. માત્ર તફાવત એટલો છે કે બાયપેપમાં મોંઢા પર જ માસ્ક લગાવવામાં આવે છે જયારે વેન્ટિલેટર પર હોય તો શ્વાસનળીમાં પાઈપ મૂકવામાં આવે છે.

ખાનગી હોસ્પિટલોમાં 110 દર્દીઓ વેન્ટિલેટર પર હોવાનો દાવો
પણ સરકાર માત્ર વેન્ટિલેટરના જ આંકડા જાહેર કરે છે જે માત્ર 86 બતાવવામાં આવે છે પણ હકીકતમાં 596 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર છે. જેમાં અમદાવાદમાં એસવીપી, સિવિલ સહિત સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 217 દર્દીઓ, સુરતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 113, વડોદરામાં 20, રાજકોટમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 255, મોરબી-પોરબંદરમાં એક-એક, અમરેલીમાં 5, જામનગરમાં 4 અને ગીર-સોમનાથમાં 3 દર્દીનો સમાવેશ થાય છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસીયેશને પોતાની વેબસાઈટ પર ખાનગી હોસ્પિટલોમાં 110 દર્દીઓ વેન્ટિલેટર પર હોવાનો દાવો કર્યો છે.

4 શહેરોમાં જ જોઈ લો સાચા આંકડા

શહેર

વેન્ટિલેટર પર

બાયપેપ પર

કુલ

અમદાવાદ (ખાનગી હોસ્પિટલો)

192

0

192

અમદાવાદ (સરકારી હોસ્પિટલ)

25

76

101

સુરત (સરકારી)

17

21

38

સુરત (ખાનગી)

95

0

95

વડોદરા

20

45

65

રાજકોટ (સરકારી)

12

62

74

રાજકોટ (ખાનગી)

235

0

235

કુલ

596

204

800

(નોંધ: ખાનગી હોસ્પિટલો વેન્ટિલેટર પર રહેલા દર્દીઓમાં બાયપેપના દર્દીઓ પણ ગણે છે) આહનાની વેબસાઈટ પર પણ વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા મૂકાઈ છે.

·         અમદાવાદ સરકારી-ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 6500 બેડમાંથી 560 વેન્ટિલેટરના છે. જેમાંથી 217 બેડ પર દર્દીઓ સારવાર હેઠળ છે. 343 હજુ ખાલી છે. સરકારી હોસ્પિટલોમાં વેન્ટિલેટર પર સૌથી વધુ 17 દર્દી સિવિલ હોસ્પિટલમાં છે. બાયપેપ પર પણ સૌથી વધુ બાવન દર્દી સિવિલ હોસ્પિટલમાં છે.

·         વડોદરા શહેરમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કુલ 6000 બેડ છે જેમાંથી 540 બેડ વેન્ટિલેટર ઓકયુપાઈડ છે. આમાંથી 65 દર્દીઓ વેન્ટિલેટર અને બાયપેપ પર છે. 475 બેડ ખાલી છે.

·         સુરત શહેરમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કોરોના માટે 7967 બેડ છે જેમાંથી 549 વેન્ટિલેટરના છે. આમાંથી 133 દર્દીઓ બાયપેપ અને વેન્ટિલેટર છે. 416 બેડ ખાલી છે. અહીં સિવિલ હોસ્પિટલમાં 17 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 21 દર્દી બાયપેપ પર છે અને 80 દર્દી ઓક્સિજન પર છે.

·         રાજકોટ શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોના માટે 2697 બેડ છે જેમાંથી 531 વેન્ટિલેટરના છે. ખાનગીમાં 331 અને સિવિલમાં 201 છે જે પૈકી 247 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યાં છે.

અમદાવાદ: 5 સરકારી હોસ્પિટલમાં 25 દર્દી વેન્ટિલેટર પર
અમદાવાદની 5 સરકારી હોસ્પિટલો પૈકી સૌથી વધુ 17 દર્દી વેન્ટિલેટર પર અસારવા સિવિલ હોસ્પિટલમાં છે. SVPમાં 4, સોલા સિવિલ હોસ્પિટલમાં 1 અને યુ.એન.મહેતામાં 3 દર્દી વેન્ટિલેટર પર છે. બાયપેપ પર જે દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે તેમાં પણ સૌથી વધુ 52 દર્દી અસારવા સિવિલમાં છે જયારે SVPમાં 12 અને સોલા સિવિલમાં 11 દર્દી બાયપેપ પર છે.

7 ઝોનની 119 હોસ્પિટલમાં 192 દર્દી વેન્ટિલેટર પર
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને શહેરના 7 ઝોનમાં 54 જેટલી હોસ્પિટલો સાથે એમઓયુ કરેલા છે. જેમાં સરકારી ખર્ચે દર્દીઓને સારવાર આપવામાં આવે છે. આ હોસ્પિટલોમાં 892 દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી 77 વેન્ટિલેટર પર છે. જયારે વિવિધ ઝોનની ખાનગી 65 હોસ્પિટલોમાં હાલમાં 1117 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે જેમાંથી 115 વેન્ટિલેટર પર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post