• Home
  • News
  • પેપર લીક મામલે ભાવનગર યુનિ.એ તાત્કાલીક બેઠક બોલાવી એક શિક્ષકની માન્યતા રદ્દ કરી, જરૂર પડી તો પરીક્ષા પણ રદ કરાશે
post

મોબાઈલ ડીટેઈલના આધારે પોલીસ વિદ્યાર્થીઓને અટકમાં લીધા

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-04 18:49:42

ભાવનગર: ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીનું બી.કોમ સેમેસ્ટર-6નું એકાઉન્ટનું પેપર લીક થયું હતું. જે મામલે પોલીસ ફરિયાદ કરવા યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક ધોરણે બંધ બારણે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં જવાબદારો સામે પોલીસ ફરીયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમજ જી એલ કાકડીયા કોલેજમાં પરીક્ષા કેન્દ્ર હતું તેને તાત્કાલીક અસરે રદ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઈન્ચાર્જ પ્રિન્સીપાલ અમિત ગલાણીની શિક્ષક તરીકેની માન્યતા રદ્દ કરવામાં આવશે, અને જરૂર પડી તો પરીક્ષા પણ રદ્દ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

યુનિવર્સિટીના કાર્યાલય ખાતે વાઇસ ચાન્સલર એમ.એમ.ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાઇ રહી છે. જેમાં આગળની કાર્યવાહીને લઈ ચર્ચા કરાઈ હતી. તો બીજી તરફ પોલીસે પણ મોબાઈલ ડીટેઈલના આધારે એક વિદ્યાર્થીને અટકમાં લીધો છે.

કાર્યવાહી શું કરવી તે અંગે ચર્ચા
આ બેઠકમાં પરીક્ષા નિયામક, નિમણૂક કરાયેલા કમિટી સભ્યો સહિતનાઓ ઉપસ્થિત રહી આગામી ફરિયાદ કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી છે, યુનિવર્સિટીના કાર્યાલય ખાતે વાઈસ ચાન્સેલર એમએમ ત્રિવેદીની ઓફિસમાં મીટીંગ યોજી આગળની કાર્યવાહી શું કરવી તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે.

પોલીસ ફરીયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવીઃ વાઈસ ચાન્સલર
પેપર લીક મામલે વાઈલ ચાન્સલર એમ.એમ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કમિટીએ રિપોર્ટ સબમીટ કર્યો છે. જવાબદારો સામે પોલીસ ફરીયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમિત ગલાણીની શિક્ષક તરીકેની માન્યતા રદ કરવામાં આવી છે. આ ઉપરાંત જી એલ કાકડીયા કોલેજમાં પરીક્ષા કેન્દ્ર હતું તેને તાત્કાલીક અસરે રદ કર્યું છે. તેમજ પોલીસ તપાસમાં જાણવા મળશે કે કેટલા વિદ્યાર્થીઓ અસરકર્તા છે તેના આધારે પરીક્ષા રદ કરવી કે નહીં તેનો નિર્ણય કરવામાં આવશે. કાકરીયા કોમર્સ કોલેજ છે તેની માન્યતા રદ કરવા માટે સર્વોચ્ચ સત્તા મડળને ભલામણ કરી છે. અત્યારે જે કર્મચારીનું નામજોગ માહિતી પોલીસ પાસેથી સામે આવી છે તેની સામે ફરિયાદ કરવામાં આવશે.

વિદ્યાર્થીએ મારા મોબાઈલનો ફોટો પાડી વાયરલ કર્યો
આ મામલે પેપર લીક થયાનો આક્ષેપ કરનાર યુવરાજસિંહ એ જણાવ્યું હતું કે, કોમર્સ કોલેજના ઈનચાર્જ પ્રિન્સીપાલ અમીત ગલાણીએ મને પાણીની ટાંકીએ આવીને રૂબરૂ વાત કરી અને સમગ્ર બનાવ અંગે જણાવ્યું હતું. આ ફોટો પાડેલો છે તે મારા મોબાઈલનો છે અને આ કોઈ વિદ્યાર્થીએ મારા મોબાઈલનો ફોટો પાડી વાયરલ કર્યો છે, આ ફોટો વિવેક મકવાણા નામના વિદ્યાર્થીએ ફોટો પાડ્યો હોવાનું જણાવ્યું હતું અને તેની પાસેથી બીજા વિદ્યાર્થીઓને ફોટા મોકલ્યાં હોવાનું અમીતભાઈએ યુવરાજસિંહને જણાવ્યું હતું.

મોબાઈલ ડીટેઈલના આધારે પોલીસ વિદ્યાર્થીઓને અટકમાં લીધા
યુનિવર્સિટીના નિયામક ઉમેશ રાવળ દ્વારા નિલમબાગ પોલીસમાં અરજીના આધારે ઇન્ચાર્જ પ્રિન્સિપાલને પૂછપરછ માટે પોલીસે બોલાવ્યાં હતા. આ ઉપરાંત એક વિદ્યાર્થીને પણ મોબાઈલ ડીટેઈલના આધારે પોલીસે અટકમાં લીધો છે, આ અંગે યુનિવર્સિટી દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તેની રાહ જોઈ રહી છે.

શું છે સમગ્ર મામલો?
રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટવાનો સિલસિલો તો કેટલાય સમયથી સતત ચાલુ છે, પણ હવે તો કોલેજના પેપર પણ ફૂટી રહ્યા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં હાલ પરીક્ષા ચાલી રહી છે. ત્યારે બીકોમ સેમ-6ની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે. પરીક્ષા શરૂ થતાં પહેલાં જ પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું હતું. જેને લઈ યુનિવર્સિટીમાં દોડધામ મચી ગઈ હતી. આ અંગે યુનિવર્સિટીએ ત્રણ સભ્યોની કમિટી બનાવી છે. જે સમગ્ર તપાસ હાથ ધરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post