• Home
  • News
  • આવનાર બે દિવસ રાજ્યમાં ગરમીનો પારો વધશે, અમદાવાદ સહિતના શહેરમાં હિટવેવની આગાહી
post

અતિ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-25 12:06:39

અમદાવાદ:રાજ્યમાં એકતરફ કોરોના કહેર વર્સી રહ્યો છે તો બીજી તરફ છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીનો પારો પણ વધી રહ્યો છે. રવિવારના રોજ અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગરમી 42 ડિગ્રીને પાર થઈ ગઈ હતી. અતિ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. બપોરના સમયમાં તો ઘરે રહેવું પણ લોકો માટે મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે પણ આવનાર બે દિવસ સુધી અમદાવાદ, બનાશકાંઠા, સુરત તેમજ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારો હિટવેવની આગારી કરી છે. 


અતિ ગરમીના કારણે લોકોના સ્વાસ્થ પર નુકસાન 
છેલ્લા 2 મહિનાથી વધારે સમયથી લોકો કોરોના મહામારી સામે લડી રહ્યા છે. ત્યારે આ વર્ષે સમગ્ર મે મહિનામાં ગરમીનો પારો પણ દિવસે-દિવસે વધ્યો છે. મહિનાની શરૂઆતથી જ રાજ્યના કેટલાક શહેરોમાં 40થી 42 ડિગ્રી સુધી ગરમી પડી રહી છે. બપોરના સમયે ગરમીથી ઉકળાટ થતા શરીર પરસેવાથી લોથપોથ થઈ જાય છે. અતિ ગરમીના કારણે લોકોના સ્વાસ્થ પર પણ ખરાબ અસર પડી રહી છે. ત્યાર મહિનાના અંતે પણ ગરમીનો પારો વધી રહ્યો છે. છેલ્લા બે દિવસ રાજ્યના મોટાભાગના શહેરોમાં હિડવેવની આગાહી છે.

adv

Related News

post
post
post
post
post
post
post