• Home
  • News
  • ચાલુ વર્ષમાં લગ્નના હવે 26 મુહૂર્ત જ બાકી રહ્યાં, અખાત્રીજના અંદાજે 4 હજાર લગ્ન રદ થયા
post

અખાત્રીજે મોટી સંખ્યામાં નવયુગલો લગ્નગ્રંથિથી જોડાતા હોય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-20 11:09:55

અમદાવાદ. વર્ષ 2020માં હવે માત્ર 26 લગ્ન મુહૂર્ત જ રહ્યાં હોવાનું જ્યોતિષીઓ જણાવે છે. 13 એપ્રિલે રાત્રે 8.24 વાગ્યે સૂર્યના મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરવાથી મિનારક, કમૂરતા પૂર્ણ થવાથી શુભ કે માંગલિક કાર્યો આદરાશે.  જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષમાં લગ્નના ખૂબ જ ઓછાં મુહૂર્ત છે. આગામી 26મીએ અખાત્રીજનું વણજોયું મુહૂર્ત છે.

લોકડાઉનને કારણે ઘણા શુભ પ્રસંગો મોકૂફ
અખાત્રીજ વણમાગ્યું મુહૂર્ત છે, પણ આ વખતે લોકડાઉનને કારણે શહેરમાં લગભગ 3500થી 4 હજારથી વધુ લગ્ન નહિ થાય. અખાત્રીજે મોટી સંખ્યામાં નવયુગલો લગ્નગ્રંથિથી જોડાતા હોય છે. શહેરમાં ઠેર ઠેર સામૂહિક લગ્નો યોજાતા હોય છે, પણ હાલમાં ચાલતી વૈશ્વિક મહામારીને કારણે અમલમાં મુકાયેલી લોકડાઉનની પરિસ્થિતિમાં ઘણા બધા શુભ પ્રસંગો મોકૂફ જાહેર કરાયા છે. લોકડાઉનને કારણે એપ્રિલ, મેમાં લગ્નની સંભાવના ન હોવાથી 20થી ઓછા મુહૂર્ત રહેવાનો અંદાજ છે.

એપ્રિલ, મે બાદ 20 જેટલાં મુહૂર્ત રહેશે
એપ્રિલ - 26,27 
મે - 2, 5, 6, 8, 14, 17, 18, 19
જૂન - 11, 14, 15, 25, 29, 30
નવેમ્બર - 25, 27, 30
ડિસેમ્બર - 1, 2, 7, 8, 9, 10

 

adv

Related News

post
post
post
post
post
post
post