• Home
  • News
  • અઢી વર્ષમાં કૉંગ્રેસના ધારાસભ્યો 77થી ઘટીને 65 થઈ ગયા, ભાજપ 99થી 103 સુધી પહોંચી ગયો
post

1995 એટલે કે છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં સત્તા વિનાની કૉંગ્રેસને પક્ષના જ ધારાસભ્યો દગો કરી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 11:39:10

અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં છેલ્લા 25 વર્ષથી કૉંગ્રેસની વારંવાર પડતી જ થઈ રહી છે. તેમાં પણ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપી સત્તાની નજીક પહોંચી ગઈ હતી, પણ આંતરિક વિખવાદના કારણે 2017ની વિધાનસભા ચૂંટણીના અઢી વર્ષમાં કૉંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 77 થી ઘટી 64 થઈ ગઈ છે, જ્યારે 2017માં ત્રણ આંકડા એટલે કે 100 સુધી પણ નહીં 99 ધારાસભ્યોએ અટકી ગયો હતો. આજે ભાજપ પાસે 103 ધારાસભ્યો છે.

2017
માં માત્ર 99 ધારાસભ્યો જ ભાજપના ચૂંટાયા હતા
ગુજરાતમાં 2012ની વિધાનસભા ચૂંટણી બાદ ભાજપના ધારાસભ્યોની સંખ્યા ઉતરોતર ઘટતી જાય છે, તેમાં પણ 2017માં તો માત્ર 99 ધારાસભ્યો જ ભાજપના ચૂંટાયા હતા. તે પછી કૉંગ્રેસના કુંવરજીભાઇ બાવાળીયાએ સૌ પ્રથમ ભાજપમાં જોડાયા, તે પછી લોકસભાની ચૂંટણી દરમિયાન વધુ 4 કૉંગ્રેસના ધારાસભ્યો એ રાજીનામા આપ્યા, તે પછી બીજા 2 એ કૉંગ્રેસ છોડી દીધી, તેની સાથે એક વર્ષમાં 7 ધારાસભ્યોએ કૉંગ્રેસ છોડી દીધી હતી. જ્યારે હાલમાં જ બીજા 8 ધારાસભ્યોએ રાજીનામાં આપતા છેલ્લા અઢી વર્ષમાં કૉંગ્રેસના 15 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા. તે પછી 10 બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં કૉંગ્રેસને 3 બેઠક મળી હતી. આમ કુલ અઢી વર્ષમાં કૉંગ્રેસના 15 ધારાસભ્યોના રાજીનામા પડ્યાં, તેમાંથી 3 બેઠકો પર કૉંગ્રેસ ફરી જીત મેળવી હતી તેથી હાલ કૉંગ્રેસના 12 ધારાસભ્યોનો ફટકો પડયો છે.

2017
ની વિધાનસભામાં ભાજપને જબરી ટકકર આપી હતી
ગુજરાતમાં 2017ની રાજ્યસભાની સાથે તે પછીની તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસ ભાજપના વ્યુહ સામે માર ખાતી રહી છે અને ધારાસભ્ય ગુમાવતી રહી છે. 2017ની વિધાનસભામાં ભાજપને જબરી ટકકર આપી હતી અને ભાજપને ત્રણ આંકડે પહોંચવા દીધુ ન હતું. પરંતુ બાદમાં કોંગ્રેસ પક્ષ જનતાના ચુકાદાને આધારે મજબૂત બન્યા પછી પણ તેની જે આંતરિક નબળાઈ હતી અને ભાજપનો જે સત્તાનો ખેલ હતો તેની સામે ટકી શક્યો નથી અને એક સમયે 77 બેઠક જીતનાર કોંગ્રેસ આજે 65 બેઠક પર આવી ગયો છે.

વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 65 થઈને અટકી પડયું છે
2017ની ચૂંટણી બાદ કોંગ્રેસે અત્યાર સુધીમાં 14 ધારાસભ્યો ગુમાવી દીધા છે. જો કે તેની સામે તેના પેટાચૂંટણીમાં પક્ષના ત્રણ ધારાસભ્યો જે અગાઉ ભાજપમાં ભળ્યા હતા તેની સામે કોંગ્રેસના ઉમેદવાર પુન: જીત્યા છે અને હવે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 65 થઈને અટકી પડયું છે. 2017ની ધારાસભા ચૂંટણીમાં ભાજપે તમામ ખેલ નાંખ્યા છતા અહમદ પટેલ એક મતના વિવાદથી આબાદ જીતી ગયા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post