• Home
  • News
  • હવામાન વિભાગનું ફોલ્ટકાસ્ટ:બે મહિનામાં હવામાન વિભાગે વરસાદ અંગે કરેલી 7માંથી 4 આગાહી સાચી, 3 ખોટી પડી
post

23, 24, 25 જૂન માટે રાજ્યમાં હળવા વરસાદ અને 29 જૂને સૌરાષ્ટ્ર કચ્છમાં મુશળધાર વરસાદનો વર્તારો સાચો પડ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-19 09:51:32

આ વર્ષે ચોમાસાની સિઝનમાં અરબી સમુદ્ર તરફથી સિસ્ટમ ડેવલપ થતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. સિઝન દરમિયાન રાજ્યના હવામાન વિભાગે છેલ્લા 58 દિવસમાં કરેલી 7માંથી 4 આગાહી સાચી અને 3 ખોટી પડી છે. આગાહી સાચી કે ખોટી પડવા પાછળ વાતાવરણમાં આવતો બદલાવ, વરસાદ અને હવાની પેટર્ન પણ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે.

વરસાદની આગાહી માટે વિશ્વમાં યુરોપિયન સેન્ટર ફોર મિડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ (ECMWF) અને ગ્લોબલ ફોરકાસ્ટિંગ સિસ્ટમ(GFS) જેવાં બે મોડેલનો સૌથી વધુ ઉપયોગ થાય છે. હવામાન વિભાગ ગ્લોબલ ફોરકાસ્ટિંગ સિસ્ટમ(GFS) મોડેલથી આગાહી કરે છે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલના જણાવ્યા અનુસાર અપર એર સાઈક્લોનિક સરક્યુલેશનને સપોર્ટ કરે તેવી સિસ્ટમ ન હોવાથી અમદાવાદ સહિત રાજ્યમાં બુધ અને ગુરુવારે વરસાદનું જોર ઘટશે. જો કે, એ પછી બંગાળની ખાડીમાં લૉ-પ્રેશરથી 21થી 24 સુધી બીજો રાઉન્ડ આવશે.

આ આગાહી સાચી પડી

·         23, 24, 25 જૂને: રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ થશે. આ તારીખોમાં આ મુજબ વરસાદ.

·         29 જૂન: સૌરાષ્ટ્ર-કચ્છમાં મુશળધાર વરસાદ પડશે. બંને વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ.

·         12,13, 15 જુલાઇ: અમદાવાદમાં 12મીએ 2 મીમી, 13મીએ 3 મીમી અને 14મીએ 17 મીમી વરસાદની આગાહી સાચી પડી હતી.

·         12થી 18 ઓગસ્ટ: અમદાવાદમાં ઝાપટાં, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાચી પડી.

આ આગાહી ખોટી પડી

·         2,3 અને 4 જુલાઇ: હળવોથી મધ્યમ વરસાદ અને થંડર સ્ટોર્મની આગાહી ખોટી પડી.

·         15,16, 17, 18 જુલાઇ: અમદાવાદ સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હતી. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઇ પણ વરસાદ જોઈએ તેવો થયો ન હતો.

·         8થી 10 ઓગસ્ટ: અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદની આગાહી ખોટી પડી. કોંકણનાં કાંઠે વોર્ટેક્ષ રચાતા વરસાદની સિસ્ટમ ખોરવાઈ.

આગાહી આ રીતે થાય છે
ભોપાલથી હવામાન વિશેષજ્ઞ ડો. ડી. બી. દુબેએ જણાવ્યું કે, હવામાન વિભાગ એક સાથે ઘણાં મોડેલના ચાર્ટનાં રિઝોલ્યુશન જેવાં કે, 9 , 12 અને 28 કિલોમીટરનો અભ્યાસ કરે છે, હાલની પવનની સ્થિતિ, સિસ્ટમની મુવમેન્ટ, વાદળો કઇ તરફ જાય છે તેમજ પવનની દિશાનું ઓબ્ઝર્વેશન કરે છે, જેને આધારે વરસાદ કેટલો પડશે તેની આગાહી કરે છે.

આગાહી માટે આ મોડેલ

·         યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ (ECMWF) બપોરે 12.30 અને રાત્રે 12.30એ અપડેટ થાય છે, જેનું રિઝોલ્યુશન 9 કિ.મી.નું છે. એટલે કે, અમદાવાદથી 9 કિ.મી.ના વિસ્તારનું ફોરકાસ્ટ કરે છે.

·         ગ્લોબલ ફોરકાસ્ટિંગ સિસ્ટમ(GFS)નું મોડેલ સવારે 9 વાગ્યે, બપોરે 3 વાગ્યે રાત્રે 9 વાગ્યે અને વહેલી સવારે 3 વાગે અપડેટ થાય છે, જેનું રિઝોલ્યુશન 28 કિલોમીટરનું છે. એટલે કે અમદાવાદથી ગાંધીનગર સુધીનાં વિસ્તાર ગણી શકાય, હવામાન વિભાગના સાયન્ટિસ્ટોએ આ મોડેલનું મોડીફિકેશન કરીને IMDGFS ડેવલપ કર્યું છે, અને 12 કિલોમીટર સુધીનાં વિસ્તાર માટે પાંચ દિવસ કે અઠવાડિયાની આગાહી કરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post