• Home
  • News
  • 30 જાન્યુઆરીથી મેટ્રો ટ્રેનના સમયમાં વધારો:અમદાવાદમાં મેટ્રો સવારે 7થી રાતના 10 વાગ્યા સુધી દોડશે, દર 15 મિનિટે ટ્રેન મળશે
post

મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવાથી લોકોને મોટી રાહત મળશે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-17 17:46:44

અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ છેડાને જોડતી મેટ્રો ટ્રેનનો સમય ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વધારવામાં આવ્યો છે. આગામી 30 જાન્યુઆરીથી સવારે 7થી રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે. મેટ્રો ટ્રેનના સમયને વધારવાની સાથે ટ્રેન પણ દર 15 મિનિટે મળી રહેશે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવાથી લોકોને મોટી રાહત મળશે.

મેટ્રો ફેઝ-1માં થલતેજથી વસ્ત્રાલ અને મોટેરાથી વાસણા રૂટ
ગુજરાત મેટ્રો રેલ કંપનીને અમદાવાદ મેટ્રો ફેઝ-1માં પૂર્વ અને પશ્ચિમને છેડામાં થલતેજથી વસ્ત્રાલ ગામ અને પૂર્વ તેમજ પશ્ચિમ છેડામાં મોટેરાથી વાસણા સુધી મેટ્રો રેલ ચાલે છે. મેટ્રો ટ્રેનનો સમય સવારે 9થી રાત્રે 8 વાગ્યા સુધીનો છે. અવારનવાર નાગરિકો દ્વારા મેટ્રો ટ્રેનના સમયને વધારવાની માગ કરવામાં આવી હતી. વહેલી સવારે અનેક વિદ્યાર્થીઓ કોલેજ જતા હોય અને નોકરિયાત વર્ગ પણ વહેલી સવારે નોકરીએ જવાનું હોય છે. તેથી વિદ્યાર્થીઓ તથા નોકરિયાત વર્ગને સવલત રહે એ ધ્યાનમાં લેતાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સમય મર્યાદામાં વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 30 જાન્યુઆરી 2023થી મેટ્રો ટ્રેન સવારે સાત વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે.

મુસાફરોની સંખ્યાના આધારે 15 મિનિટ ટ્રેન મળશે
પૂર્વ-પશ્ચિમ છેડાને જોડતી થલતેજથી વસ્ત્રાલ ગામ મેટ્રો રૂટમાં દર 18 મિનિટે અને ઉત્તર-દક્ષિણ છેડાને જોડતી મોટેરાથી વાસણા મેટ્રો રૂટમાં દર 25 મિનિટે ટ્રેનની વ્યવસ્થા છે, જેને મુસાફરોની સંખ્યા જોતાં એને દર 15 મિનિટ (પિક સમય)માં હવે મળી રહેશે. આ રીતે એક મહિના માટે ટ્રેન સેવા ચલાવીને ખરેખર જરૂરિયાત અંગે અભ્યાસ કરીને આ સમય ચાલુ રાખવો કે એમાં ફેરફાર કરવો એ અંગેનો નિર્ણય લેવામાં આવશે.

મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે
અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે, જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડે છે. ફેઝ-1માં 32 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે, જે થલતેજ ગામથી લઈને વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે, જેમાં 17 સ્ટેશન છે. ઉત્તર અને દક્ષિણ કોરિડોર 18.87 કિલોમીટરનો છે, જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન આવે છે.

પૂર્વ અને પશ્ચિમ કોરિડોરમાં કયાં સ્ટેશનો

·         થલતેજ ગામ

·         દૂરદર્શન કેન્દ્ર

·         ગુજરાત યુનિવર્સિટી

·         કોમર્સ છ રસ્તા

·         સ્ટેડિયમ

·         જૂની હાઇકોર્ટ

·         શાહપુર

·         ઘીકાંટા

·         કાલુપુર રેલવે સ્ટેશન

·         કાંકરિયા પૂર્વ

·         એપરેલ પાર્ક

·         અમરાઈવાડી

·         રબારી કોલોની

·         વસ્ત્રાલ

·         નિરાંત ક્રોસ રોડ

·         વસ્ત્રાલ ગામ

 

adv

Related News

post
post
post
post
post
post
post