• Home
  • News
  • IND vs ENG : બુમરાહે બનાવ્યો ખાસ રેકોર્ડ, સ્ટાર્કને પાછળ છોડી ટ્રેન્ટ બોલ્ટની કરી બરાબરી
post

યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરતા 209 રન બનાવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-03 17:20:51

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ સીરિઝમાં ભારતીય બોલર ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટને શાંત રાખવામાં સફળ રહ્યા છે. પ્રથમ મેચમાં ભારતીય બોલરોએ રૂટને સસ્તામાં આઉટ કર્યો હતો. જયારે બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ફરી એકવાર ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે જો રૂટને ક્રિઝ પર ટકવા દીધો ન હતો.

બુમરાહે બનાવ્યો ખાસ રેકોર્ડ

જો રૂટ એવો બેટ્સમેન છે જે એકવાર ક્રિઝ પર ટક્યા બાદ ખતરનાક સાબિત થઇ શકે છે. પરંતુ આ ટેસ્ટ સીરિઝમાં ભારતીય બોલર તેને શાંત રાખવામાં સફળ રહ્યા છે. બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં બુમરાહે રૂટને આઉટ કરીને એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

બુમરાહે મિચેલ સ્ટાર્કને છોડ્યો પાછળ

ભારત સામેની બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં જો રૂટે 10 બોલનો સામનો કર્યો હતો. તેણે એક ચોગ્ગાની મદદથી માત્ર 5 રન બનાવ્યા અને બુમરાહના બોલ પર શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ 12મી વખત બન્યું જ્યારે બુમરાહ જો રૂટને આઉટ કરવામાં સફળ રહ્યો હતો. આ સાથે બુમરાહે મિચેલ સ્ટાર્કને પાછળ છોડી દીધો છે. સ્ટાર્કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી 11 વખત જો રૂટને આઉટ કર્યો છે.

બુમરાહે કરી ટ્રેન્ટ બોલ્ટની બરાબરી

જો રૂટને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત આઉટ કરવાનો રેકોર્ડ પેટ કમિન્સના નામે છે. કમિન્સે રૂટને અત્યાર સુધી 14 વખત આઉટ કર્યો છે. આ મામલે જોશ હેઝલવુડ બીજા નંબરે છે. તેણે રૂટને કુલ 13 વખત આઉટ કર્યો છે. ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર બુમરાહ આ યાદીમાં ટ્રેન્ટ બોલ્ટ સાથે ત્રીજા નંબરે આવી ગયો છે. બંને ફાસ્ટ બોલરોએ જો રૂટને 12-12 વખત આઉટ કર્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post