• Home
  • News
  • Ind vs Pak Asia Cup 2022:એશિયા કપનો શિડ્યુલ જાહેર થયો, દુબઈમાં રમાશે ભારત-પાકિસ્તાનની મેચ; 11 સપ્ટેમ્બરે ફાઈનલ
post

આ ઈવેન્ટમાં 27 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી ગ્રુપ મેચ રમાશે, ત્યાર પછી સુપર-4 ટીમોની મેચ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-02 18:40:00

ક્રિકેટ ફેન્સ માટે એક મોટી અપડેટ આવી છે. આ મહિનાના અંતમાં થનારા એશિયા કપની તારીખો જાહેર થઈ ગઈ છે. બીસીસીઆઈના સચિવ જય શાહે મંગળવારે સાંજે આ તારીખો જાહેર કરી છે.

27 ઓગસ્ટથી શરૂ થતી આ ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાનની ટીમ 28 ઓગસ્ટે આમને સામને આવશે.

એશિયા કપ આ વખતે ટી-20 ફોર્મેટમાં રમાવાની છે. અહીં પહેલી મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે દુબઈમાં રમાવાની છે. જ્યારે રવિવારે 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને હશે. આ મેચ પણ દુબઈમાં જ રમાવાની છે.

ગયા વર્ષે ટી-20 વર્લ્ડકપ પછી આ પહેલીવાર ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાનની ટીમ સામસામે રમશે. આ મેચ પણ યુએઈમાં રમાઈ હતી. જેમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું.

આ ઈવેન્ટમાં 27 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી ગ્રુપ મેચ રમાશે, ત્યાર પછી સુપર-4 ટીમોની મેચ થશે. જે 3 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી થશે. જ્યારે રવિવારે 11 સપ્ટેમ્બર એશિયા કપ 2022ના રોજ ફાઈનલ મેચ રમાશે.

એશિયા કપ 2022માં ભારતની મેચ

·         28 ઓગસ્ટે- ભારત Vs પાકિસ્તાન, દુબઈ

·         31 ઓગસ્ટ- ભારત Vs ક્વોલિફાઈ કરનાર ટીમ, દુબઈ

અહીં જુઓ મેચનું સંપૂર્ણ શિડ્યુલ...