• Home
  • News
  • IND vs PAK ODI : એશિયા કપમાં ભારતે પાકિસ્તાન સામે પોતાના જ હાઈએસ્ટ રેકોર્ડની બરાબરી કરી
post

ભારતે 2005માં ધોનીના 148, સહેવાગના 74 રનની મદદથી પાકિસ્તાન સામે 50 ઓવરમાં 356 રન નોંધાવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-11 20:35:59

કોલમ્બો : હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની સુપર-4ની મેચ રમાઈ રહી છે, જેમાં ભારતીય ટીમે રિઝર્વ ડે પર પાકિસ્તાન સામે 50 ઓવરમાં 2 વિકેટ 356 રન નોંધાવ્યા છે. ટીમ ઈન્ડિયાએ વિસ્ફોટક બેટીંગ કરી પાકિસ્તાન સામે પોતાના જ હાઈએસ્ટ સ્કોરની બરાબરી કરી છે.

પાકિસ્તાન સામે હાઈએસ્ટ સ્કોરની બરોબરી

ટીમ ઈન્ડિયાએ આજે પાકિસ્તાન સામે પોતાના જ 2005માં નોંધાવેલ સ્કોરની બરાબરી કરી છે. રોહિત-ગીલની ફિફ્ટી અને કોહલી-રાહુલની સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ આજે પાકિસ્તાન સામે રનનો ખડકલો કર્યો છે. આ ટોપ-4 ખેલાડીઓની ધમાકેદાર બેટીંગ બાદ ભારતે પાકિસ્તાન સામે અત્યાર સુધીના પાકિસ્તાન સામે હાઈએસ્ટ સ્કોરની બરોબરી કરી છે.

2005માં ધોનીએ ફટકાર્યા હતા 148 રન

વર્ષ 2005માં કેપ્ટન સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ ભારતે પાકિસ્તાન સામે 9 વિકેટે 356 રન નોંધાવ્યા હતા. આ મેચમાં ધોનીએ 148 રન, વિરેન્દ્ર સેહવાગે 40 બોલમાં 74 રન જ્યારે રાહુલ દ્રવિડે 52 રન ફટકાર્યા હતા, ત્યારે આજની મેચમાં ભારતીય ટીમે 50 ઓવરમાં 2 વિકેટે 356 રન નોંધાવી પાકિસ્તાન સામે પોતાના જ હાઈએસ્ટ સ્કોરની બરોબરી કરી છે.

ભારતે પાકિસ્તાન સામે બીજો હાઈસ્કોર નોંધાવ્યો

એશિયા કપની સુપર-4ની રમાઈ રહેલી મેચમાં આજે ભારતે પાકિસ્તાન સામે 50 ઓવરમાં 2 વિકેટે 356 રન નોંધાવ્યા છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાને જીતવા 357 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. આજની મેચમાં વિરાટ કોહલીએ 94 બોલમાં 3 સિક્સ અને 9 ફોરની મદદથી 122 રન કરી ધમાકેદાર બેટીંગ કરી છે, જ્યારે તેનો સાથ આપનાર કે.એલ.રાહુલે પણ 106 બોલમાં 2 સિક્સ અને 12 ફોરની મદદથી 111 રન કર્યા છે, જ્યારે ઓપનિંગમાં આવેલા કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલે પણ પાકિસ્તાનને હંફાવ્યા છે. રોહિતે 49 બોલમાં 56 જ્યારે શુભમન ગીલે 52 બોલમાં 58 રન કર્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post