• Home
  • News
  • IND Vs SA મેચમાં રેકોર્ડ્સનો વરસાદ થયો:ટીમ ઈન્ડિયાએ પહેલીવાર સિરીઝ જીતી, સૂર્યાએ મેચમાં બનાવ્યા બે રેકોર્ડ્સ; ભારતે T20માં સાઉથ આફ્રિકા સામે સૌથી વધુ રન ફટકાર્યા
post

ગુવાહાટીમાં રમાયેલી બીજી મેચમાં ભારતે સાઉથ આફ્રિકા સામે 3 વિકેટે 237 રન ફટકાર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-03 18:47:48

ભારત અને સાઉથ આફ્રિકા મેચમાં ટીમ ઈન્ડિયાએ 16 રન આફ્રિકાને હરાવ્યું હતું. આ સાથે જ ભારતે 3 મેચની સિરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી હતી. જોકે આ મેચમાં ઘણા રેકોર્ડ્સ બન્યા હતા. ભારતે પહેલીવાર સાઉથ આફ્રિકાને ઘરઆંગણે T20 સિરીઝમાં હરાવ્યું હતું. તો સૂર્યકુમાર યાદવ T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઓછા બોલમાં 1000 રન પૂરા કર્યા હતા. તો ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે T20માં સૌથી વધુ રન ફટકારનાર ટીમ બની ગઈ હતી.

તો રેકોર્ડ્સ ઉપર નજર કરી લઈએ...

1. ટીમ ઈન્ડિયાએ પહેલીવાર સિરીઝ કબજે કરી

ભારતે સાઉથ આફ્રિકા સામે પહેલીવાર ઘરઆંગણે T20 સિરીઝમાં જીત મેળવી હતી. આની પહેલા ભારત ક્યારેય ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે T20માં સિરીઝ જીતી શક્યું નહોતું. પરંતુ ભારતે હવે આ સિરીઝ કબજે કરીને આ રેકોર્ડ બનાવી લીધો છે. આ સાથે જ રોહિત શર્મા પહેલો ભારતીય કેપ્ટન બની ગયો કે, જે દેશમાં જ સાઉથ આફ્રિકા સામે T20 સિરીઝ જીત્યો હોય!

બંન્ને ટીમ વચ્ચે 2015માં પ્રથમ વખત T20 સિરીઝનું આયોજન થયું હતું, જેમાં 0-2થી ભારતને હાર મળી હતી. ત્યાર બાદ 2019માં યોજાયેલી T20 સિરીઝમાં ભારતે 1-1ની બરાબરી કરી હતી. 2022માં યોજાયેલી સિરીઝમાં 2-2થી બરાબરી કરી હતી.

2. સૂર્યકુમાર યાદવે સૌથી ઓછા બોલમાં 1000 રન પૂરા કર્યા

ભારતના સ્ટાર પ્લેયર અને ઈનફોર્મ બેટર સૂર્યકુમાર યાદવે મેચમાં 22 બોલમાં 61 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં તેણે એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઓછા બોલ રમીને 1000 રન પૂરા કર્યા હતા. તો T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તે 1000 રન પૂરા કરનારો ત્રીજો સૌથી ઝડપી ભારતીય પ્લેયર બન્યો છે. તેણે સતત ત્રીજી મેચમાં ફિફ્ટી ફટકારી હતી. હાલ તે શાનદાર ફોર્મમાં છે. તેની પાસેથી લોકોને વર્લ્ડ કપમાં ઘણી આશા છે.

3. સૂર્યકુમાર યાદવ કેલેન્ડર યરમાં T20 ઈન્ટરનેશનલમાં 50 છગ્ગા ફટકાર્યા

સૂર્યકુમાર યાદવે વધુ એક રેકોર્ડ બનાવ્યો હતો. તેણે કેલેન્ડર યરમાં T20 ઈન્ટરનેશનલમાં 50 છગ્ગા ફટકારનાર પહેલો પ્લેયર બની ગયો છે. તે આવુ કરનારો ઓવરઓલ પણ પહેલો પ્લેયર બન્યો છે.

4.સાઉથ આફ્રિકા સામે ટીમનો સર્વાધિક સ્કોર

ગુવાહાટીમાં રમાયેલી બીજી મેચમાં ભારતે સાઉથ આફ્રિકા સામે 3 વિકેટે 237 રન ફટકાર્યા હતા. આ સાથે જ ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન ફટકારનાર ટીમ બની ગઈ હતી. અગાઉ વર્ષ 2015માં વેસ્ટઈન્ડિઝે જોહનિસબર્ગમાં 6 વિેકેટે 236 રન કર્યા હતા.