• Home
  • News
  • ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોની અનિશ્ચિત મુદ્દત સુધી હડતાલ, 15 હજાર ખાનગી બસો નહીં ચાલે
post

ખાનગી ટ્રાવેલ્સના માલિકો દ્વારા 6 જેટલી માંગ સરકાર સમક્ષ મુકવામા આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-02 09:26:09

અમદાવાદ: રાજ્યમાં લોકડાઉન ખુલતાની સાથે જ સરકારે યુઝ્ડ અને નોનયુઝ્ડ લકઝરી બસનો ટેક્સ ભરવા માટે બસ માલિકોને નોટિસ આપી છે. સરકારના નિર્ણયને લઈને રાજ્યમાં લકઝરી બસના માલિકોમાં રોષો જોવા મળી રહ્યો છે. જેને પગલે રાજ્યમાં ખાનગી ટ્રાવેલ્સ બસોના માલિકો આજથી અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. આમ રાજ્યમાં 15000 જેટલી ખાનગી બસો ચાલશે નહીં.  આ અંગે અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મંડળ દ્વારા યોજાયેલી કારોબારી મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. ખાનગી ટ્રાવેલ્સના માલિકો દ્વારા 6 જેટલી માંગ સરકાર  સમક્ષ મુકવામા આવી છે.

આ ઉપરાંત ટ્રાવેલ્સ સંચાલકોએ 6 માંગ કરી છે, જેમાં તમામ RTO સહિત તમામ ટેક્સમાંથી અને બેંકોના ધિરાણના રિપેમેન્ટમાં 6 મહિના સુધી મુક્તિ આપવા કહ્યું છે. તેમજ રૂ.1 લાખ સુધીની વગર વ્યાજની લોન આપવા પણ માંગણી કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post