• Home
  • News
  • અપક્ષ ધારાસભ્યનો દાવો, શિવસેનાના 25 MLA ફડણવીસના સંપર્કમાં
post

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના બડનેરા બેઠકના અપક્ષ ધારાસભ્ય રવિ રાણાએ ભાજપને ટેકો જાહેર કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-06 10:51:50

મુંબઈ: મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના બડનેરા બેઠકના અપક્ષ ધારાસભ્ય રવિ રાણાએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે શિવસેના ભાજપ સાથે નહીં જાય તો વિખેરાઈ જશે. શિવસેનાના નેતા સંજય રાઉતને પોપટ ગણાવી તેમને કહ્યું કે 25 જેટલા ધારાસભ્ય મારા અને ફડણવીસના સંપર્કમાં છે. ભાજપ સાથેના જોડાણને કારણે જ શિવસેનાને 56 બેઠક મળી છે. બીજી બાજુ ભાજપના કોરગ્રૂપની બેઠક મળી હતી. તેમાં પક્ષના નેતા સુધીર મૂનગંટીવારે કહ્યું હતું કે કોઈપણ સમયે સરકાર રચવાના સમાચાર આવી શકે છે. બીજીબાજુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું કે લોકોએ શિવસેના-ભાજપના જોડાણને વોટ આપ્યો છે. આ જનાદેશનું સન્માન કરી તેના આધારે જ સરકાર રચાવી જોઈએ.

દરમિયાનમાં શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રસિદ્ધ કવિ દુષ્યંત કુમારની કવિતાનો ઉલ્લેખ કરી કહ્યું કે સીએમ તો શિવસેનાનો જ હશે. રાઉતે ટ્વિટ કરી લખ્યું છે કે સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, મેરી કોશિશ હૈ કી યે સૂરત બદલની ચાહિએ. મેરે સીને મેં નહીં તો તેરે સીને મેં સહી, હો કહીં ભી, આગ લેકીન આગ જલની ચાહીએ.

શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્યમંત્રી પદ અંગે ચાલી રહેલી ખેચતાણ વચ્ચે શિવસેનાના એક વરિષ્ઠ નેતાએ કહ્યું છે કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને સંઘના વડા મોહન ભાગવ હસ્તક્ષેપ કરે તો પરિસ્થિતિનો તુરંત ઉકેલ આવી શકે તેમ છે.