• Home
  • News
  • ભારત અને સાઉથ આફ્રિકા ઓગસ્ટમાં ત્રણ T-20ની સીરિઝ રમશે, જો બંને દેશના ગવર્મેન્ટ રેગ્યુલેશન પરવાનગી આપે
post

સાઉથ આફ્રિકા વિન્ડિઝ સામે જુલાઈમાં 2 ટેસ્ટ અને 5 T-20ની સીરિઝ રમવાનું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-22 11:28:30

ભારત અને સાઉથ આફ્રિકા ઓગસ્ટના અંતમાં ત્રણ T-20ની સીરિઝ રમવા તૈયાર છે, જો બંને દેશના ગવર્મેન્ટ રેગ્યુલેશન (સરકારી નિયમ) આ માટે પરવાનગી આપે છે. આ સીરિઝ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ફ્યુચર ટૂર પ્રોગ્રામનો ભાગ નહોતી. પરંતુ આ વિશે સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડના ડાયરેકટર ગ્રેમ સ્મિથ અને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ફેબ્રુઆરીમાં ચર્ચા કરી હતી. બંનેએ ગઈકાલે ટેલીકોન્ફરન્સમાં આ સીરિઝને ફાઇનલ કરી.

સ્મિથે કહ્યું કે, અમારી BCCI સાથે વાત ચાલુ છે. અને બંને તરફથી ત્રણ T-20ની સીરિઝ રમવાનો કમિટમેન્ટ પૂરો છે. જોકે કોઈને ખબર નથી કે ઓગસ્ટમાં પરિસ્થિતિ શુ હશે. જોકે અમે માનીએ છીએ કે બંધ સ્ટેડિયમમાં સીરિઝ રમી શકીએ છીએ.

સાઉથ આફ્રિકા વિન્ડિઝ સામે જુલાઈમાં 2 ટેસ્ટ અને 5 T-20ની સીરિઝ રમવાનું છે. સ્મિથે કહ્યું કે, સીરિઝ થાય તે માટે બધા વિકલ્પો પર વિચારણા થઈ રહી છે. અમે ન્યુટ્રલ વેન્યુ પર પણ રમવા તૈયાર છીએ. અમે કવોરન્ટીન રેગ્યુલેશન પણ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

ક્રિકેટ સાઉથ આફ્રિકાએ 2019-20ની સાઇકલ પહેલા આગામી 4 વર્ષ માટે 36 મિલિયન યુએસ ડોલરના નુકસાનનું અનુમાન કર્યું હતું. કોરોનાવાયરસના કારણે તેમાં 20 મિલિયન યુએસ ડોલરનો વધારો થયો છે. તે આંકડો હવે 56 મિલિયન યુએસ ડોલરે પહોંચી ગયો છે.

બોર્ડના સીઈઓ જેક્સ ફોલે કહ્યું કે, જો ભારત સામેની સીરિઝ ઓગસ્ટમાં સ્થગિત થાય તો વાંધો નથી. આ સીરિઝ ફેબ્રુઆરી 2021 પહેલા રમવામાં આવે તો બોર્ડને નાણાકીય રીતે સારો બૂસ્ટ મળી રહેશે.