• Home
  • News
  • કાલે ભારત-ઓસ્ટ્રેલિયા WTC ફાઇનલ:રોહિત શર્માને ઈજા પહોંચી, નેટ પ્રેક્ટિસ દરમિયાન ડાબા અંગૂઠામાં ઈજા થઈ, ફરી પ્રેક્ટિસ માટે ગયો નહીં
post

ભારતીય બેટિંગની નબળાઈ ફાસ્ટ બોલિંગ છે. ભારત સામે સૌથી વધુ વિકેટ ફાસ્ટરોએ લીધી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-06 18:18:19

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ મેચ આવતીકાલથી રમાશે. મેચ લંડનના ધ ઓવલ મેદાન પર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. બંને ટીમ 15-15 સભ્યો અને રિઝર્વ ખેલાડીઓની ટીમ સાથે ઈંગ્લેન્ડ પહોંચી છે, પરંતુ તેમાંથી માત્ર 11-11 ખેલાડીને જ તક મળશે.

ફાઈનલના એક દિવસ પહેલા રોહિત શર્માને ઈજા: નેટ પ્રેક્ટિસ દરમિયાન ડાબા અંગૂઠામાં ઈજા થઈ, ફરી પ્રેક્ટિસ માટે ગયો નહીં
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ નેટ પ્રેક્ટિસ કરતી વખતે રોહિતને ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. જોકે, ઈજા ગંભીર નથી.

રોહિત શર્માએ કહ્યું કે હું મેચ અને ચેમ્પિયનશિપ જીતવા માંગુ છું. જો કે આ દરમિયાન રોહિતે પોતાની ઈજા વિશે વાત કરી ન હતી. WTCની ફાઈનલ 7મી જૂને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચ ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર રમાશે.

 

બેટિંગમાં ઓસ્ટ્રેલિયા અને ભારત

1. 4 કાંગારુ બેટ્સમેનોએ 1000+ રન બનાવ્યા, ભારતમાંથી કોઈ નહીં
ઓસ્ટ્રેલિયન ટીમ બેટિંગમાં ભારત કરતા વધુ મજબૂત લાગે છે. કાંગારૂ ટીમના ચાર બેટ્સમેનોએ સિઝન દરમિયાન 1000થી વધુ રન બનાવ્યા હતા, જ્યારે ભારતીય ટીમમાંથી કોઈ પણ બેટ્સમેન 1000 રનનો આંકડો પાર કરી શક્યો નહોતો.

2. ટોપ સ્કોરર્સમાં 2 ઓસ્ટ્રેલિયન, ભારતમાંથી કોઈ નહીં
સિઝનના ટોપ-5 રન સ્કોરરમાં 2 ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના નામ પણ છે. જેમાં ઉસ્માન ખ્વાજા (1608 રન) અને માર્નસ લાબુશેન (1509 રન) સામેલ છે. ઓસ્ટ્રેલિયન ટીમનો ઓપનર ઉસ્માન ખ્વાજા દરેક પાંચમી ઇનિંગમાં સદી અને ચોથી ઇનિંગમાં ફિફ્ટી ફટકારી રહ્યો છે.

3. પૂજારા ટોપ સ્કોરર, દરેક 5મી ઇનિંગ્સમાં ફિફ્ટી કરે છે
ભારત તરફથી ચેતેશ્વર પૂજારા ટોપ સ્કોરર છે, પરંતુ આ ચેમ્પિયનના ટોપ બેટ્સમેનોની યાદીમાં તે 19માં નંબર પર છે. પૂજારાએ 30 ઇનિંગ્સમાં સદી ફટકારી છે. તે દરેક 5મી ઇનિંગ્સમાં ફિફ્ટી ફટકારે છે.

4. ભારત સામે ટોપ-5 સ્કોરર્સમાં 2 ઓસ્ટ્રેલિયન
ઇંગ્લેન્ડના જો રૂટ (737 રન) એ WTCની આ સિઝનમાં ભારત સામે સૌથી વધુ રન બનાવ્યા છે. ટોપ-5ની આ યાદીમાં ઉસ્માન ખ્વાજા (333 રન) ત્રીજા અને માર્નસ લાબુશેન (244 રન) પાંચમા નંબરે છે. ઓસ્ટ્રેલિયાના ઉસ્માન ખ્વાજાએ પણ ભારત સામેની દરેક મેચમાં ફિફ્ટી ફટકારી છે. કાંગારૂઓ સામે ટોપ-5 બેટ્સમેનોની યાદીમાં ચાર પાકિસ્તાની બેટ્સમેનોના નામ છે. અબ્દુલ્લા શફીક ટોપ પર છે. તેણે 397 રન બનાવ્યા છે.

ભારતના બેટ્સમેનો ફાસ્ટરોની સામે ફસાઈ જાય છે
ભારતીય બેટિંગની નબળાઈ ફાસ્ટ બોલિંગ છે. ભારત સામે સૌથી વધુ વિકેટ ફાસ્ટરોએ લીધી છે, જો કે ભારત સામે સૌથી વધુ વિકેટ લેનાર ઓસ્ટ્રેલિયન સ્પિનર ​​નાથન લાયન છે. તેણે 22 વખત ભારતીય બેટ્સમેનોને આઉટ કર્યા છે. લાયન પછી, 4 પેસર્સે ભારત સામે સૌથી વધુ વિકેટ લીધી, જેમાં દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડના 2-2 બોલરો છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post