• Home
  • News
  • ભારતમાં કોરોનાનો હાહાકાર, તમામ રેકોર્ડ તોડતાં 1 દિવસમાં નવા કેસોની સંખ્યા 1 લાખને નજીક
post

દેશમાં કોરોનાને કારણે 75 હજાર 91 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-10 11:10:03

ભારતમાં અનલોક બાદના તબક્કામાં કોરોનાનું સંક્રમણ સતત ચિંતાજનક રીતે વધી રહ્યું છે. હવે ભારતમાં 1 દિવસમાં કોરોના કેસો નોંધવાની સંખ્યા 1 લાખને નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાનાં નવા 95 હજાર 529 કેસ નોંધાયા છે. અને આમ ભારતમાં અત્યાર સુધી કુલ 44 લાખ 62 હજાર 965 કેસ નોંધાઈ ચૂક્યા છે.

આ ઉપરાંત દેશમાં કોરોનાને કારણે 75 હજાર 91 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. તો છેલ્લા 24 કલાકમાં 1168 દર્દીઓનાં કોરોનાને લીધે મોત નિપજ્યા છે. તો બીજી બાજુ સારા સમાચાર એ છે કે, ભારત હવે દુનિયાનો બીજો એવો દેશ બની ગયો છે કે જ્યાં સૌથી વધુ કોરોનાનાં દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધી કોરોનાનાં કુલ 34 લાખ 69 હજાર 84 લોકો રિકવર થઈ ચૂક્યા છે. તો દેશમાં હાલ કોરોનાનાં 9 લાખ 18 હજાર 790 એક્ટિવ કેસ છે.


પણ ચિંતાની વાત એ છે કે કોરોનાના મામલે મોતની સંખ્યા દેશમાં રેકોર્ડ સ્તર પર વધી રહી છે. દુનિયાના 1.52 કરોડ એટલે કે 54 ટકા મામલા અમેરિકા, ભારત અને બ્રાઝિલમાં સામે આવ્યા છે. જ્યારે દુનિયાના 44 ટકા એટલે કે 3.99 લાખ લોકોનાં મોત આ 3 દેશોમાં જ થયા છે. તો 54 ટકા એટલે કે 1 કરોડ લોકો સ્વસ્થ પણ થયા છે.

આઈસીએમઆર પ્રમાણે 9 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 5 કરોડ 29 લાખ સેમ્પલ ટેસ્ટ થઈ ચૂક્યા છે. જેમાંથી 11 લાખની સેમ્પલ ટેસ્ટિંગ ગઈકાલે કરવામાં આવી હતી. અને તેમાંથી પોઝિટિવિટીનો રેટ 7 ટકાથી ઓછો છે. એનો મતલબ કે, 100 ટેસ્ટમાંથી 7 લોકોથી ઓછાં લોકો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવી રહ્યું છે. તો ભારત માટે રાહતની વાત એ છે કે મૃત્યુદરમાં ઘટાડો થઈ રહ્યો છે. ભારતનો મૃત્યુદર ઘટીને 1.68 ટકા થઈ ગયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post