• Home
  • News
  • ભારત સતત ત્રીજી વખત T20 વર્લ્ડ કપના સેમી-ફાઇનલમાં:આયર્લેન્ડને DLS મેથડથી 5 રને હરાવ્યું; મંધાનાએ કારકિર્દીની બેસ્ટ ઇનિંગ્સ રમી
post

ભારતે સતત ત્રીજી વખત T20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આ પહેલાં ટીમ 2018 અને 2020 સીઝનમાં અંતિમ-4માં પહોંચી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-21 19:00:02

ભારતીય ટીમે સાઉથ આફ્રિકામાં ચાલી રહેલા મહિલા T20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હરમનપ્રીત કૌરની કપ્ટનશિપવાળી ભારતીય ટીમે સોમવારે ગ્રુપ-2માં પોતાની છેલ્લી મેચમાં ડકવર્થ-લુઈસ (DLS) મેથડ હેઠળ આયર્લેન્ડને 5 રનથી હરાવ્યું હતું.

ભારતે સતત ત્રીજી વખત T20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આ પહેલાં ટીમ 2018 અને 2020 સીઝનમાં અંતિમ-4માં પહોંચી હતી. 2020માં ભારતીય ખેલાડીએ ફાઈનલ પણ રમી હતી, પરંતુ ત્યાર બાદ તેને ઓસ્ટ્રેલિયા સામે હારીને ટાઈટલ ગુમાવવું પડ્યું હતું. કેબેરાના સેન્ટ જ્યોર્જિયા મેદાન પર ટીમ ઈન્ડિયાએ ટોસ જીત્યા બાદ બેટિંગ કરતા ઓપનર સ્મૃતિ મંધાનાની કારકિર્દીની બેસ્ટ (87 રન) ઈનિંગ્સને કારણે 20 ઓવરમાં 6 વિકેટે 155 રન બનાવ્યા હતા.

જવાબમાં આયર્લેડ ટીમે 8.2 ઓવરમાં માત્ર 54 રન જ બનાવ્યા હતા કે વરસાદ પડ્યો. જ્યારે ટીમ ઈન્ડિયા DLS મેથડ હેઠળ 5 રનથી આગળ હતી. વરસાદ બંધ ન થતાં ભારતને વિજયી જાહેર કરવામાં આવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post