• Home
  • News
  • World Cup ફાઈનલમાં આ નિર્ણયને લીધે ભારત હાર્યું, અંબાતી રાયડુના નિવેદને ખળભળાટ મચાવ્યો
post

અંબાતી રાયડુએ કહ્યું - જેણે પણ ફાઈનલ માટે ધીમી પિચ બનાવવાનો નિર્ણય લીધો હતો, તે ચોક્કસપણે મૂર્ખામીભર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-11-27 18:55:26

Ambati Rayudu on World Cup Final: ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતને ( World Cup Final India vs Australia) 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમના પરાજયથી હજુ સુધી ચાહકો નાખુશ છે.  ત્યારે પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ પણ ભારતની હારને લઈને નિવેદન આપી રહ્યા છે. 

...શું તે દિવસ ભારત માટે સારો નહોતો 

ઘણા લોકો માને છે કે તે દિવસ ભારત માટે સારો ન હતો જેના કારણે ભારત હારી ગયું. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ દરમિયાન ભારતે સતત 10 મેચ જીતી હતી પરંતુ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સૌની વચ્ચે હવે પૂર્વ ભારતીય ખેલાડી અંબાતી રાયડુએ ભારતના પરાજય પર એક નિવેદન આપીને મોટો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે.

રાયડુએ શું કહ્યું આ પરાજય પર? 

બિયર બાયસેપ્સ નામની યુટ્યુબ ચેનલ પર રાયડુએ ભારતની હાર પર નિવેદન આપતાં કહ્યું છે કે જેણે પણ ફાઈનલ માટે ધીમી પિચ બનાવવાનો નિર્ણય લીધો હતો, તે ચોક્કસપણે મૂર્ખામીભર્યો હતો. રાયડુએ કહ્યું કે ફાઇનલ માટે વિકેટ પણ ખૂબ જ ધીમી અને નિસ્તેજ હતી. મને ખબર નથી કે આ કોનો આઈડિયા હતો. મને લાગે છે કે જો આપણે સામાન્ય પીચ પર મેચ રમી હોત તો આપણે જીતી શક્યા હોત. કારણ કે આપણે ઓસ્ટ્રેલિયન ટીમ કરતાં કરતાં વધુ સારું રમ્યા હતા. જો આપણે પિચને લઈને વધુ વ્યૂહરચના ન બનાવી હોત તો તેને ક્રિકેટ માટે સારી વિકેટ માનવામાં આવી હોત, પરંતુ કમનસીબે એવું ન થયું.

મદદ કરવામાં ભારતીય ટીમને ફસાવી દીધી 

રાયડુએ આગળ કહ્યું કે કેટલાક લોકોએ વિચાર્યું હશે કે આવી પિચ તૈયાર કરીને તેઓ ટીમ ઈન્ડિયાને મદદ કરી રહ્યા હતા. પરંતુ આપણી ટીમ જ આવી પિચ પર ફસાઈ ગઈ જે ખૂબ જ ધીમી હતી. આપણી ટીમ પાસે કોઈપણ ટીમને હરાવવાની કુશળતા અને તાકાત છે. મર્યાદિત ઓવરની રમતમાં સમગ્ર 100 ઓવર સુધી પિચ સમાન રહે તે આદર્શ માનવામાં આવે છે. ટોસ મહત્ત્વપૂર્ણ ન હોવો જોઇએ.