• Home
  • News
  • ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ આવતીકાલે, ટીમ ઇન્ડિયા પાસે સેમિફાઇનલમાં જગ્યા નિશ્ચિત કરવાની તક
post

વુમન્સ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે 3માંથી માત્ર 1 મેચ જ જીતી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-26 11:11:58

વુમન્સ T-20 વર્લ્ડ કપમાં ભારત ત્રીજી મેચમાં ગુરુવારે મેલબોર્ન ખાતે ન્યૂઝીલેન્ડ સામે રમશે. ભારત બંને મેચ જીતીને ગ્રુપ-Aમાં 4 પોઈન્ટ્સ સાથે ટોપ પર છે. ટીમ ઇન્ડિયા આ મેચ જીતે તો સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લેશે. ભારતે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 17 રને અને બીજી મેચમાં બાંગ્લાદેશને 18 રને હરાવ્યું હતું. જ્યારે ન્યૂઝીલેન્ડની આ બીજી મેચ છે, તેણે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું અને ગ્રુપમાં બીજા સ્થાને છે.

હેડ-ટૂ-હેડ

ભારતીય મહિલા ટીમે ન્યૂઝીલેન્ડ સામે 11 T-20 રમી છે. તેમાંથી ભારતને માત્ર 3માં જીત મળી છે, જ્યારે 8માં હારનો સામનો કર્યો છે. વર્લ્ડ કપમાં બંને ટીમ 3 વાર એકબીજા સામે ટકરાઈ છે. તેમાંથી ભારતે 1 અને કિવિઝે 2 મેચ જીતી છે.

પિચ અને વેધર રિપોર્ટ: ગુરુવારે મેલબોર્નમાં તાપમાન 13થી 21 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદની કોઈ સંભાવના નથી. પિચથી બેટ્સમેનને મદદ મળશે. ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ પસંદ કરશે.

મેદાન પર કુલ T-20: 4
પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી: 2
પ્રથમ બોલિંગ કરનાર ટીમ જીતી: 2
ફર્સ્ટ ઇનિંગ્સ એવરેજ સ્કોર: 145
બીજી ઇનિંગ્સ એવરેજ સ્કોર: 140

ભારત હજી સુધી ચેમ્પિયન બન્યું નથી
અત્યારસુધી 6 વાર T-20 વર્લ્ડ કપ રમાયો છે. ભારત એકપણ વાર ફાઇનલમાં પહોંચ્યું નથી, જ્યારે ઓસ્ટ્રેલિયા 4 વાર ટાઇટલ જીતી ચૂક્યું છે. ભારત 2009, 2010 અને 2018માં સેમિફાઇનલમાં પહોંચ્યું હતું. તેને 2018ની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડે હરાવ્યું હતું.

ભારત: હરમનપ્રીત કૌર (કેપ્ટન), શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્ઝ, દીપ્તિ શર્મા, વેદા કૃષ્ણમૂર્તિ, શિખા પાંડે, તાનિયા ભાટિયા (વિકેટકીપર), અરુંધતી રેડ્ડી, પૂનમ યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, હરલીન દેઓલ, રિચા ઘોષ, પૂજા વસ્ત્રાકાર અને રાધા યાદવ

ન્યૂઝીલેન્ડ: સોફી ડિવાઇન (કેપ્ટન), રોઝમેરી મેર, સુઝી બેટ્સ, લોરેન ડાઉન, મેડી ગ્રીન, હોલી હુડલેશન, હેલી જેન્સન, લેગ કાસપરેક, એમેલિયા કેર, જેસ કેર, કેટી માર્ટિન, કેટી પર્કિન્સ, અન્ના પીટરસન, રશેલ પ્રિસ્ટ અને લી ટહુહુ.