• Home
  • News
  • ભારત- PAK વચ્ચે ફરી એકવાર થશે મહામુકાબલો; 27 ઓગસ્ટથી શ્રીલંકામાં રમાશે એશિયા કપ
post

એસીસી શ્રીલંકામાં યોજાનાર ટૂર્નામેન્ટને જૂન 2021માં આયોજિત કરવા માંગતી હતી, પરંતુ મહામારીએ આયોજકોની યોજના પર પાણી ફેરવી નાંખ્યું હતું.

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-19 16:14:34

નવી દિલ્હી: એશિયા કપને લઈને એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. એશિયા કપ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બરની વચ્ચે શ્રીલંકામાં આયોજિત થનાર છે. એવામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર મહામુકાબલો જોવા મળશે. આ વખતે એશિયા કપ ટી20 ફોર્મેટમાં રમાશે અને તેના માટે ક્વોલિફાયર 20 ઓગસ્ટ 2022થી રમાશે. એશિયા કપ દર બે વર્ષે આયોજિત કરવામાં આવે છે, પરંતુ 2020નો એશિયા કપ કોવિડ-19 મહામારીના કારણ એશિયાઈ ક્રિકેટ પરિષદ (ACC)એ રદ કર્યો હતો. એસીસી શ્રીલંકામાં યોજાનાર ટૂર્નામેન્ટને જૂન 2021માં આયોજિત કરવા માંગતી હતી, પરંતુ મહામારીએ આયોજકોની યોજના પર પાણી ફેરવી નાંખ્યું હતું.

ભારત સૌથી સફળ ટીમ:

હવે એશિયા કપ આ વર્ષે 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બરની વચ્ચે શ્રીલંકામાં આયોજિત કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. તેના માટે ક્વોલિફાયર મેચ 20 ઓગસ્ટ 2022થી રમાશે. ટીમ ઈન્ડિયા એશિયા કપ ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. 1984માં આ ટૂર્નામેન્ટને પહેલી વખત આયોજિત કરવામાં આવી હતી, ત્યારથી ભારતે સાત વખત એવોર્ડ પોતાના નામે કર્યો છે. ભારતીય ટીમ 1984, 1988, 1990-91, 1995, 2010, 2016 અને 2018 માં ચેમ્પિયન રહી ચુકી છે.

ભારતે સાત વખત જીત્યો છે એશિયા કપ:

જ્યારે શ્રીલંકા પાંચ વખત એવોર્ડ જીતીને બીજા નંબરે છે. શ્રીલંકાએ 1986, 1997, 2004, 2008 અને 2014 માં એવોર્ડ જીત્યો હતો. એશિયા કપના ઈતિહાસમાં સૌથી વધુ 14 વખત શ્રીલંકાએ ભાગ લીધો છે. ત્યારબાદ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ છે. જેમણે 13 વખત આ ટૂર્નામેન્ટ રમી છે. એશિયા કપ 2022માં છ ટીમો ભાગ લેશે. જેમાં ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને એક ક્વોલિફાયર ટીમ સામેલ થશે. ક્વોલિફાયર મુકાબલો યૂએઈ,કુવૈત સિંગાપુર અને હોંગકોંગની વચ્ચે રમાશે.