• Home
  • News
  • વરસાદના કારણે રદ્દ થશે ભારત-પાકિસ્તાનની મેચ તો 'રિઝર્વ ડે' પર થશે મુકાબલો, લેવાયો મહત્વનો નિર્ણય
post

ભારત-પાકિસ્તાન મેચ 10મી સપ્ટેમ્બરે રવિવારના રોજ કોલંબોમાં રમાશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-08 18:18:32

એશિયા કપ 2023માં ભારત પાકિસ્તાન વચ્ચે ત્રીજી સુપર ફોર મેચ રવિવારના રોજ કોલંબોમાં રમાશે. આ મેચને લઈને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે જેમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનાર આ મેચ માટે એક રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો આ મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવશે તો મેચ બીજા દિવસે રિઝર્વ ડેના દિવસે રમાશે. ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી અગાઉની મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. 

સુપર ફોરમાં ફક્ત એક મેચ માટે જ રિઝર્વ ડે રાખવામાં આવ્યો

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ એશિયા કપ 2023ના સુપર ફોરમાં ફક્ત એક મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. ભારત-પાકિસ્તાન વચ્ચે અગાઉની મેચમાં વરસાદને કારણે પુરી થઈ શકી ન હતી. આ કારણે સુપર ફોર મેચમાં રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. સુપર ફોરમાં અન્ય મેચમાં રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. ભારત-પાકિસ્તાન મેચ 10મી સપ્ટેમ્બરે રવિવારના રોજ કોલંબોમાં રમાશે. આ મેચ પર પણ વરસાદનું સંકટ છે. જો વાતાવરણ સાફ હશે તો મેચ સરળતાથી રમાશે. જો વરસાદના થોડીવાર માટે આવે અથવા ઓવરને કાપીને મેચ પુરો થઈ શકે તો એ રીતે પણ કરવામાં આવશે, પણ જો વધુ વરસાદ વરસે અને મેચ રદ્દ કરવામાં આવે તો મેચ રિઝર્વ ડેના દિવસે રમાશે. 

ભારત સુપર ફોરમાં ત્રણ મેચ રમશે

એશિયા કપ 2023માં ભારતીય ટીમ સુપર ફોરમાં ત્રણ મેચ રમશે, જેમાં તેની પહેલી મેચ પાકિસ્તાન સાથે છે. આ બાદ બીજી મેચ શ્રીલંકા સામે 12મી તારીખે કોલંબોમાં રમાનાર છે.  આ બાદ ત્રીજી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલંબોમાં 15મી સપ્ટેમ્બરના રોજ રમાશે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરના રોજ રમાનાર છે. આ મેચ પણ કોલંબોમાં રમાનાર છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post