• Home
  • News
  • દેશના પ્રથમ વેસ્ટ એક્સચેન્જથી 6 માસમાં 700 ટન કચરો ખરીદાયો
post

ચેન્નઈ નગર નિગમે કચરાથી રૂ. 3 લાખ કમાયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-15 11:44:53

ચેન્નઈ: મદ્રાસ વેસ્ટ એક્સચેન્જ દેશનું પ્રથમ એવું પ્લેટફોર્મ છે જે કચરા અને કબાડના વેપાર માટે શરૂ કરાયું છે. 6 મહિના પહેલાં બનેલા મદ્રાસ વેસ્ટ એક્સચેન્જ(એમડબ્લ્યૂઈ)એ અત્યાર સુધી 700 ટન કચરાનો વેપાર કર્યો છે. તાજેતરમાં ચેન્નઈ નગર નિગમે આ એક્સચેન્જથી શહેરનો કચરો વેચીને ત્રણ લાખ રૂપિયાની કમાણી કરી હતી. હવે આ મોડલ પર ઈન્ડિયા વેસ્ટ એક્સચેન્જ લોન્ચ કરવાની તૈયારી છે. 

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયમાં સ્માર્ટસિટી મિશનના નિર્દેશક કુણાલ કુમારે જણાવ્યું કે આ મોડલને વિકસિત કરીને વેસ્ટ એક્સચેન્જનું સ્ટેટ અને નેશનલ પ્લેટફોર્મ બનાવવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે. આ એક્સચેન્જને સ્માર્ટ મિશનના ફેલોશિપ પ્રોગ્રામ હેઠળ અજગુ પંડ્યા રાજા તથા તેમના સાથી જિસ્મી વર્ગિઝ અને પિન્કી તનેજાએ તૈયાર કર્યુ છે. 

અજગુ કહે છે કે કબાડ અને કચરાના ખરીદ વેચાણ માટે વેબસાઇટ અને મોબાઇલ એપ તૈયાર કરવામાં આવી છે જેમાં કોઈપણ વ્યક્તિ, સંસ્થા, સ્કૂલ, હોસ્પિટલ, મંદિર કે કંપની મફત રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ચેન્નઈમાં અત્યાર સુધી 1100થી વધુ ખરીદાર અને 900 વેપારી જોડાઈ ચૂક્યા છે. બધુ સામાન્ય થવા પર રજિસ્ટ્રેશન વધશે. અજગુએ કહ્યું કે આ પ્લેટફોર્મ પર વિદેશથી પણ લોકો જુદા જુદા પ્રકારના કચરાની માગ કરી રહ્યાં છે. રિસાઈક્લિંગનો ધંધો કરનારા સુસાઈ કેનેડી કહે છે કે મદ્રાસ વેસ્ટ એક્સચેન્જને કારણે અમારું કામ સરળ થઈ ગયું છે. અમને બસ એક ક્લિક પર ખબર પડી જાય છે કે ક્યાં કયા પ્રકારનો કચરો કેટલા અંતરે છે અને કેટલા ભાવે ઉપલબ્ધ છે. 

વિદેશમાં કચરાની માગ
અજગુ કહે છે કે મલેશિયાની એક કંપનીએ 100 ટન નારિયેળના છોતરાની માગ કરી છે. ઓડિશાથી પણ 70 ટન પ્લાસ્ટિકના કચરાનો ઓર્ડર મળ્યો. આ રીતે અગરબત્તી બનાવતા વેપારીઓએ પણ ફૂલોના કચરાની માગ કરી છે. તેના માટે અમે મંદિરો સાથે વાત કરી રહ્યાં છીએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post