• Home
  • News
  • હોકીમાં ભારતની શાનદાર જીત, સ્પેનને 3-0થી પછાડ્યું, રૂપિન્દર સિંહે 2 ગોલ કર્યા
post

ટોકિયો ઓલિમ્પિકનો આજે 5મો દિવસ છે. આજે પૂલ એમાં ભારતીય પુરુષ હોકી ટીમનો મુકાબલો સ્પેન સામે થયો અને અહીં ભારતે જબરદસ્ત પ્રદર્શન કરતા સ્પેનને હરાવી દીધુ.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-27 10:20:20

નવી દિલ્હી: ટોકિયો ઓલિમ્પિકનો આજે 5મો દિવસ છે. આજે પૂલ એમાં ભારતીય પુરુષ હોકી ટીમનો મુકાબલો સ્પેન સામે થયો અને અહીં ભારતે જબરદસ્ત પ્રદર્શન કરતા સ્પેનને હરાવી દીધુ. 

ગેમ શરૂ થઈ તેની 14મી મિનિટમાં જ ટીમ ઈન્ડિયાએ પહેલો ગોલ કરી નાખ્યો. ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ભારતીય ટીમ સ્પેન સામે એકદમ મજબૂતાઈથી રમી. શાનદાર રમતનું પ્રદર્શન કરીને સ્પેનને 3-0થી હરાવ્યું. 

ભારત તરફથી ત્રીજો ગોલ પેનલ્ટી કોર્નરમાં થયો. રૂપિન્દર સિંહે રમતની 51મી મિનિટમાં આ ગોલ કર્યો. રૂપિન્દરે મેચમાં આ બીજો ગોલ કર્યો હતો.