• Home
  • News
  • ઈન્ડિયાની ફાઈનલ રમવાની આશા વધી:શ્રીલંકાને 2-0થી હરાવ્યા પછી WTC પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં એન્ટ્રી, પાકિસ્તાન હાર્યું તો ભારતને ફાયદો થશે
post

ભારતે તાજેતરમાં ત્યાં 4માંથી બે મેચ જીતી હતી, 1 હારી અને 1 મેચ ડ્રો રહી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા WTCની ફાઈનલ પણ રમી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-15 11:52:25

બેંગલુરુ: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે 2 મેચની ટેસ્ટ સિરીઝ જીતી લીધી છે. આની સાથે ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના પોઈન્ટ ટેબલમાં મોટો ફાયદો થયો છે. રોહિત બ્રિગેડ 5માં સ્થાનેથી ચોથા સ્થાને પહોંચી ગઈ છે. તેવામાં ભારતના હવે કુલ પોઈન્ટ 77 થઈ ગયા છે, જે તેની ઉપરની ત્રણેય ટીમો કરતા વધુ છે. જોકે, પોઈન્ટ ટેબલમાં સ્થાન ટકાવારી પોઈન્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે અને આ જીત સાથે, ભારતના 58.33% પોઈન્ટ્સ છે. તે જ સમયે, શ્રીલંકાની આ હાર પછી ટકાવારી પોઇન્ટ 50% થઈ ગયા છે.

ટીમ ઈન્ડિયાએ 2022 WTCમાં અત્યાર સુધીમાં 11 મેચ રમી છે અને 6 મેચ જીતી છે. તમને જણાવી દઈએ કે એક મેચમાં જીત સાથે ટીમને 12 પોઈન્ટ મળે છે.

પાકિસ્તાન હારશે તો ભારતને ફાયદો થશે
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે બીજી ટેસ્ટ મેચ કરાચીમાં રમાઈ રહી છે, જો ઓસ્ટ્રેલિયા આ મેચ જીતી જશે તો ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી ઉપર પહોંચી જશે અને જગ્યા બનાવી લેશે. આની સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમ નંબર વન પર રહેશે.

જાણો ભારતીય ટીમનું ફાઈનલ પહોંચવાનું ગણિત

·         આ ટર્મમાં દરેક ટીમે 6 સિરીઝ રમવાની હતી. જેમાંથી 3 ઘરઆંગણે અને 3 બહાર.

·         ભારતે બહારની બે સિરીઝની 7માંથી 3 મેચ જીતી છે. જ્યારે 3 હારી છે અને 1 ટેસ્ટ ડ્રો રહી હતી.

·         ઈંગ્લેન્ડ સામેની સીરીઝની એક મેચ મુલતવી રાખવામાં આવી હતી.

·         તે ટેસ્ટ આ વર્ષે રમાવાની છે. આ મેચ સિવાય ભારતે અન્ય તમામ મેચો પોતાના માટે અનુકૂળ પરિસ્થિતિઓમાં રમવાની છે.

·         ઑક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ મેચ પણ ઘરઆંગણે રમાશે.

બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચ બાંગ્લાદેશમાં રમાશે

·         ભારતે ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે છેલ્લી 11 ટેસ્ટમાંથી 9માં જીત મેળવી છે, જ્યારે 1 મેચ ડ્રો રહી હતી અને માત્ર 1 હારી હતી.

·         ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ક્યારેય ટેસ્ટ હારી નથી. એટલે કે ભારતીય ટીમ આ સિરીઝમાં જીતની ખૂબ જ પ્રબળ દાવેદાર હશે.

·         શક્ય છે કે ભારત આ તમામ મેચ જીતે તેવામાં ઈંગ્લેન્ડમાં રમાનારી ટેસ્ટ મેચમાં પણ ભારત પ્રબળ જીતનું દાવેદર છે.

·         ભારતે તાજેતરમાં ત્યાં 4માંથી બે મેચ જીતી હતી, 1 હારી અને 1 મેચ ડ્રો રહી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા WTCની ફાઈનલ પણ રમી શકે છે.