• Home
  • News
  • ભારતનો સૌથી શક્તિશાળી મિલિટ્રી સેટેલાઈટ આવતીકાલે લોન્ચ થશે
post

દેશના સૌથી શક્તિશાળી મિલિટ્રી સેટેલાઈટ કાર્ટોસેટ-3 ને આવતીકાલે એટલે કે 27મી નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-26 14:08:48

દેશના સૌથી શક્તિશાળી મિલિટ્રી સેટેલાઈટ કાર્ટોસેટ-3 (Cartosat-3)ને આવતીકાલે એટલે કે 27મી નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ દુશ્મન દેશો અને તેમની આતંકવાદી પ્રવૃત્તિઓ પર ભારતીય સેના ચાપતી નજર રાખી શકશે. ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરો (ISRO)એ આ માટે અગાઉથી જ સંપૂર્ણ તૈયારી કરી લીધેલી છે.કાર્ટોસેટ-3 (Cartosat-3) સેટેલાઈટ PSLV-C47 રોકેટની ઉપર સતીશ ધવન સ્પેશ સેન્ટરના લોન્ચ પેડ-2 પરથી તેને લોન્ચ કરવા સજજ થઈ ગયુ છે. તો ચાલો જાણીએ ભારતના આ બ્રહ્માસ્ત્ર સેટેલાઈટ વિશે.

કાર્ટોસેટ-3 (Cartosat-3) પોતાની સિરીઝનો આ નવમો સેટેલાઈટ છે. કાર્ટોસેટ-3 (Cartosat-3)નો કેમેરો એટલો તો શક્તિશાળી હશે કે તે અંતરિક્ષમાં 509 કિલોમીટરની ઉંચાઈ પરથી જમીન પર 1 ફૂટથી પણ ઓછા અંતર એટલે કે 9.84 ઈંચ સુધીના સ્પષ્ટ ફોટા લઈ શકશે, એટલે કે તમારા કાંડા પર બાંધવામાં આવેલી ઘડિયાળમાં સમયની પણ સટીક જાણકારી મેળવી લેશે. 

કાર્ટોસેટ-3 (Cartosat-3)માં કાર્ટોસેટ-3 (Cartosat-3)નો કેમેરો એટલો શક્તિશાળી છે કે સંભવતઃ અત્યાર સુધીનો આ સૌથી સટીકતા વાળા સેટેલાઈટ કેમેરા કોઈ પણ દેશ દ્વારા લોન્ચ કરાવમાં આવ્યા નથી. અમેરિકાની ખાનગી સ્પેશ કંપની ડિજીટલ ગ્લોબના જીયોઆઈ-1 સેટેલાઈ 16.14 ઇંચની ઉંચાઈ સુધી ફોટા લઈ શકે છે.

ઈસરોએ જણાવ્યું હતું કે આ કાર્ટોસેટ-3 (Cartosat-3) સેટેલાઈટને 27મી નવેમ્બરની સવારે 9.28 વાગે ઈસરોના શ્રીહરીકોટા દ્વીપ પર આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી છોડવામાં આવશે. કાર્ટોસેટ-3 (Cartosat-3) સેટેલાઈટ PSLV-C47 રોકેડથી છોડવામાં આવશે. 6 સ્ટ્રેપઓન્સ સાથે  PSLVની આ 21મી ઉડ્ડાન હશે, જ્યારે  PSLVની 74મી ઉડ્ડાન રહશે. કાર્ટોસેટ-3 (Cartosat-3) સાથે અમેરિકાના 12 અન્ય નેનો સેટેલાઈટ પણ છોડવામાં આવશે.

કાર્ટોસેટ સિરીઝના પ્રથમ સેટેલાઈટ કાર્ટોસેટ-1 પાંચ મે,2005 ના રોજ પ્રથમ વખત લોંચ કરવામાં આવ્યું હતું. 10મી જાન્યુઆરી,2007ના રોજ કાર્ટોસેટ-2, 28મી એપ્રિલ, 2008ના રોજ કાર્ટોસેટ-2, 12મી જુલાઈ,2010ના રોજ કાર્ટોસેટ-2બી, 22મી જૂન, 2016ના રોજ કાર્ટોસેટ-2 સિરીઝ સેટેલાઈટ, 15મી ફેબ્રુઆરી, 2017ના રોજ કાર્ટોસેટ-2 સિરીઝ સેટેલાઈટ, 23મી જૂન, 2017ના રોજ કાર્ટોસેટ-2 સિરીઝ સેટેલાઈટ અને 12મી જાન્યુઆરી,2018ના રોજ કાર્ટોસેટ-2 સિરીઝ સેટેલાઈટ લોન્ચ કરાવમાં આવ્યા હતા.