• Home
  • News
  • મહિલા વર્લ્ડ કપમાં ભારતનો માર્ગ મુશ્કેલ:ઓસ્ટ્રેલિયાએ એકતરફી મેચમાં INDને 6 વિકેટે હરાવ્યું, સેમીફાઈનલમાં પહોંચવા માટે બંને મેચ જીતવી જરૂરી
post

જો ભારતીય મહિલા ટીમ બાંગ્લાદેશ સામે મોટા માર્જિનથી જીતે છે, તો તેનો ફાયદો ભારતના રન રેટને થશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-19 15:48:31

નવી દિલ્લી: મહિલા વર્લ્ડ કપની 18મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 6 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 278 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં કાંગારૂ ટીમે 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. કેપ્ટન મેન લેનિંગ (97) સૌથી વધુ સ્કોરર રહ્યો હોવાથી તેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની આ સતત પાંચમી જીત છે.

ભારતે સેમિફાઇનલમાં પહોંચવા માટે આગામી બે મેચ જીતવી પડશે
ભારતના હવે પાંચ મેચમાં બે જીત અને ત્રણ હાર સાથે ચાર પોઈન્ટ છે. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપની અન્ય બંને મેચ બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા સામે રમવાની છે. તેવામાં ટીમ ઈન્ડિયાને આ બંને મેચ જીતવી જ પડશે. આવામાં સાઉથ આફ્રિકા સામેની મેચ ઘણી મહત્ત્વની બની રહી છે, કારણ કે આફ્રિકન ટીમે અત્યાર સુધી રમાયેલી ચારેય મેચ જીતી છે અને તે શાનદાર ફોર્મમાં છે.

તે જ સમયે, જો ભારતીય મહિલા ટીમ બાંગ્લાદેશ સામે મોટા માર્જિનથી જીતે છે, તો તેનો ફાયદો ભારતના રન રેટને થશે. વળી ઓસ્ટ્રેલિયા આ જીત સાથે 2022 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઈ છે.