• Home
  • News
  • દેશમાં ખાંડનું ઉત્પાદન 19 ટકા ઘટી 265 લાખ ટન રહ્યું, નિકાસ 45 લાખ ટન જ રહેશે
post

ગુજરાતમાં ખાંડનું ઉત્પાદન ઘટી 9.28 લાખ ટન

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-20 12:00:12

અમદાવાદ: દેશમાં ચાલુ વર્ષે શેરડીના ઉત્પાદનમાં કાપ અને મિલોમાં રિકવરીનું પ્રમાણ ઓછું રહેતા શેરડીનું ઉત્પાદન 15 મે સુધીમાં સરેરાશ 19 ટકા સુધી ઘટ્યું છે. ચાલુ સિઝન ઓક્ટોબર-સપ્ટેમ્બર દરમિયાન હજુ 63 મિલોમાં પીલાણની કામગીરી ચાલી રહી છે. ઇસ્મા દ્વારા રજૂ કરાયેલા ઉત્પાદનના અહેવાલ મુજબ 15 મે 2020 સુધીમાં ઉત્પાદન 264.65 લાખ ટન રહ્યું છે જે ગતવર્ષે આ સમયગાળામાં 326.19 લાખ ટન રહ્યું હતું. આમ સરેરાશ 61.54 લાખ ટન એટલે 18.86 ટકાનો ઘટાડો આવ્યો છે. જોકે આ વર્ષે હજુ 63 મીલોમાં પીલાણની કામગીરી થઇ રહી છે જે અગાઉના વર્ષે આ સમયમાં 38 મિલોમાં જ કામગીરી ચાલતી હતી.


મહારાષ્ટ્રમાં 15 મી મે સુધી ખાંડનું ઉત્પાદન 60.87 લાખ ટન રહ્યું
ઉત્તરપ્રદેશની સુગર મિલોએ 15 મે 2020 સુધીમાં 122.28 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે, જે ગયા વર્ષે 116.80 લાખ ટન ઉત્પાદન કરતા 5.48 લાખ ટન વધારે થયું છે. રાજ્યમાં સૌથી વધુ ખાંડનું ઉત્પાદન છે. જે 2017-18માં ઉત્પાદિત 120.45 લાખ ટનને વટાવી ગયું છે. મહારાષ્ટ્રમાં, 15 મી મે સુધી ખાંડનું ઉત્પાદન 60.87 લાખ ટન રહ્યું છે જે અગાઉના વર્ષે આ સમયમાં 107.15 લાખ ટન ઉત્પાદન થયું હતું, જે ગયા વર્ષ કરતા 46.3 લાખ ટન ઓછું રહ્યું છે. કર્ણાટકની તમામ ઓપરેટિંગ સુગર મિલોએ 30 મી એપ્રિલ, 2020 સુધીમાં તેમની કામગીરી બંધ કરી દીધી હતી અને 33.82 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું. જે અગાઉના વર્ષે 43.25 લાખ ટનનું ઉત્પાદન થયું હતું. તમિળનાડુમાં ઉત્પાદન 5.65 લાખ ટન હતું, જે ગયા વર્ષે 7.16 લાખ ટનનું ઉત્પાદન થયું હતું. ગુજરાતમાં તમામ કારખાનાઓએ ચાલુ સીઝન માટે કામગીરી બંધ કરી દીધી છે અને ચાલુ વર્ષે માત્ર 9.28 લાખ ટનનું જ ઉત્પાદન થયું છે જે અગાઉના વર્ષે આ સમયમાં 11.21 લાખ ટનનું રહ્યું હતું. આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને ઓડિશામાં 32.75 લાખ ટનનું ઉત્પાદન થયું છે. 

42 લાખ ટનના નિકાસ વેપારો સંપન્ન
મે 2020 ની શરૂઆતમાં 42 લાખ ટનના નિકાસ માટેના કરાર સંપન્ન થઇ ચૂક્યા છે. પોર્ટ પરની માહિતી મુજબ મિલોમાંથી લગભગ 36 લાખ ટન ખાંડની નિકાસ થઈ ચૂકી છે. વિવિધ સ્થળો માટે ખાંડની નિકાસ માટેના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવી રહ્યા છે, જેમાં ઇન્ડોનેશિયા અને ઈરાનની નિકાસ માટે મોટી માત્રામાં નિકાસ કરાર કરવામાં આવ્યા છે. શિપમેન્ટ્સ પણ થઈ રહ્યા છે. એમએઇક્યૂ) હેઠળ 6 મિલિયન ટન ખાંડની નિકાસ કરવાની મંજૂરી આપી છે. સિઝન અંત સુધીમાં સરેરાશ 45 લાખ ટનની નિકાસ થાય તેવા સંકેતો છે.
15
મે સુધીના ઉત્પાદનની સ્થિતિ

રાજ્ય

ચાલુ વર્ષ

ગતવર્ષ

યુપી

122.80

116.80

મહારાષ્ટ્ર

60.87

107.15

કર્ણાટક

33.82

43.25

તામીલનાડુ

5.65

7.16

ગુજરાત

9.28

11.21

અન્ય

32.75

-

 

adv

Related News

post
post
post
post
post
post
post