• Home
  • News
  • Kashmir પર ભારતનો જબરદસ્ત 'માસ્ટરસ્ટ્રોક', પૂર્વ PAK રાજદૂતે સ્વીકાર્યું- આ નિર્ણય ભારતની મોટી જીત
post

કાશ્મીર પર ચાલબાજી એ તો પાકિસ્તાનના ડીએનએમાં છે. તેના નેતા જ્યા સુધી કાશ્મીર પર નિવેદનબાજી ન કરે ત્યાં સુધી ખાવાનું પચે જ નહીં. હવે એકવાર ફરીથી પાકિસ્તાને કાશ્મીર રાગ આલાપવાનો શરૂ કર્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-23 17:03:12

ઈસ્લામાબાદ: કાશ્મીર પર ચાલબાજી એ તો પાકિસ્તાનના ડીએનએમાં છે. તેના નેતા જ્યા સુધી કાશ્મીર પર નિવેદનબાજી ન કરે ત્યાં સુધી ખાવાનું પચે જ નહીં. હવે એકવાર ફરીથી પાકિસ્તાને કાશ્મીર રાગ આલાપવાનો શરૂ કર્યો છે. કારણ છે મુસ્લિમ દેશ દુબઈ. પાકિસ્તાનના અનેક ષડયંત્રો છતાં દુબઈએ કાશ્મીરમાં રોકાણ કરવાની જાહેરાત કરતા પાકિસ્તાનને મરચા લાગી ગયા છે. ઈસ્લામિક સહયોગ સંગઠનનો એક દેશ આ રીતે કાશ્મીર અંગે કોઈ પગલું ભરે તે પાકિસ્તાનથી સહન થતું નથી. 

પાક વિદેશ નીતિ પર કરી આ ટિપ્પણી
ભારતમાં પાકિસ્તાનના રાજદૂત રહી ચૂકેલા અબ્દુલ બાસિતે દુબઈના આ નિર્ણયને ભારતની જીત ગણાવી છે. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે દુબઈ સરકાર દ્વારા MOU પર હસ્તાક્ષર કરવા એ ભારત માટે એક મોટી સફળતા છે. જ્યારે ઈમરાન ખાનની વિદેશ નીતિને મોટો ઝટકો છે. 

અલગાવવાદીઓ સાથે અનેકવાર કરી વાત
જમ્મુ અને કાશ્મીરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સારું બનાવવા અને ઉદ્યોગ વધારવા માટે શ્રીનગરના રાજભવનમાં કેન્દ્રશાસિત પ્રદેશ અને દુબઈ સરકાર વચ્ચે સોમવારે એક કરાર પર હસ્તાક્ષર થયા હતા. અબ્દુલ બાસિત ભારતમાં પાકિસ્તાનના રાજદૂત રહી ચૂક્યા છે. તેમની ગણતરી પાકિસ્તાનના ટોચના રાજનયિકોમાં થાય છે. પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે પાકિસ્તાની દૂતાવાસમાં અનેકવાર કાશ્મીરી અલગાવવાદી નેતાઓને પણ આમંત્રિત કર્યા હતા. 

'બધુ એકતરફી થઈ રહ્યું છે
ધ ન્યૂઝ ઈન્ટરનેશનલ સમાચાર પત્રે તેમના હવાલે કહ્યું કે ભૂતકાળમાં તેમણે (ઓઆઈસી સભ્ય દેશોએ) એવું કશું કર્યું નહતું કે પાકિસ્તાનને એવું લાગે કે મુસ્લિમ દેશ અને ઓઆઈસી કાશ્મીર મુદ્દે તેઓ આપણા પડખે નથી. તેઓ વધુ પડતું આગળ ન આવી શકે, પરંતુ કાશ્મીર પર આપણી ભાવનાઓ વિરુદ્ધ કામ નહતું કરવું જોઈતું. તેમણે કહ્યું કે સમાધાન શોધવાની કોશિશ થવી જોઈએ. પરંતુ શું એ સ્વીકાર્ય છે કે દરેક વસ્તુ એકતરફી થાય અને ભારત માટે મેદાન ખાલી કરી દેવામાં આવે. હવે સ્થિતિ એવી છે કે મુસ્લિમ રાષ્ટ્ર ભારત સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરી રહ્યા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post