• Home
  • News
  • આ મહિને 3 વખત ભારત-ચીન સૈનિકો વચ્ચે ઝપાઝપી / ભારતે કહ્યું- અમારા સૈનિક સીમામાં રહી કામ કરે છે,પડોશીઓની હરકત અમારી દેખરેખમાં અવરોધ સર્જે છે
post

5 અને 9 મેના રોજ પૂર્વી લદ્દાખમાં અને 9મેના રોજ સિક્કીમના નાકુ લા સેક્ટરમાં ઝપાઝપી થઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-22 10:11:10

નવી દિલ્હી: ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આ મહિને ત્રણ વખત ઝપાઝપી થઈ ચુકી છે. આ ઘટના અંગે ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે એક નિવેદન જારી કર્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતીય સૈનિક પોતાની સરહદમાં જ ગતિવિધિઓને અંજામ આપે છે. ભારતીય સેનાની લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પાર કરવાની વાત સાચી નથી. હકીકત એ છે કે આ ચીનની હરકત છે, જેને લીધે અમારી રેગ્યુલર પેટ્રોલિંગમાં અવરોધ આવે છે.આ મહિને 5 અને 9 મેના રોજ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે પૂર્વી લદ્દાખમાં ઝપાઝપીની ઘટના બની હતી. ત્યારબાદ 9 મેના રોજ સિક્કીમના નાકુ લા સેક્ટરમાં પણ બન્ને દેશના સૈનિક સામ-સામે આવી ગયા હતા.


વિવાદ ઉકેલવા માટે બન્ને દેશોની કમાન્ડરોની મીટિંગ
ભારત અને ચીન વચ્ચે લદ્દાખના ગાલવન નદી ક્ષેત્રમાં વિવાદ વધ્યો હતો. હવે તે ઉકેલવા માટે બન્ને દેશના ફિલ્ડ કમાન્ડરોની બેઠક યોજાઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠક દૌલત બેગ ઓલ્ડી સેક્ટરમાં યોજાઈ છે. તેમા ભારતના 81 બ્રિગેડના અધિકારી અને તેમના ચીનના સમકક્ષનો સમાવેશ થાય છે. નિર્માણ કાર્યોને લઈ ગાલવન નદી ક્ષેત્રમાં બન્ને પક્ષ વચ્ચે છેલ્લા બે સપ્તાહથી તણાવ ચાલી રહ્યો છે.

સુરક્ષા દળો છેલ્લા બે વર્ષથી સેટેલાઈટ ઈમેજ અને ગુપ્ત જાણકારી પર નજર રાખી રહ્યા હતા. તેનાથી જાણવા મળ્યું છે કે ચીન LAC પર ભારતીય ક્ષેત્રની નજીક માર્ગ બનાવી રહ્યું છે. ત્યારબાદ ભારતે પણ LAC નજીક તેના ક્ષેત્રમાં રોડ નેટવર્ક બનાવવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ ચીને આ ક્ષેત્રમાં ભારતીય વિમાનોની અવર-જવરને લઈ વાંધો ઉઠાવ્યો હતો.
જોકે, તેનાથી તદ્દન વિપરીત ચીનના હેલિકોપ્ટરોએ ગાલવન નદી ક્ષેત્રમાં ભારતીય વિસ્તારોમાં ઉડ્ડયન ભરી હતી. ગત સોમવારે અહીં સ્થિતિ તણાવપૂર્ણ હતી.

1962માં પણ ચીને ગાલવન નદીમાં ઘેરાવ કર્યો હતો

ગાલવન નદીનો આ ક્ષેત્ર વર્ષ 1962માં ભારત-ચીન યુદ્ધમાં ખાસ હતું. અહીં ભારતીય સેનાની એક પોસ્ટ હતી. જેને ચીનના સૈનિકોએ ઘેરી હતી. ત્યારબાદ અહીં ઝપાઝપી થઈ હતી અને બાદમાં તે યુદ્ધમાં પરિણમી હતી.ગયા સપ્તાહે આર્મી ચીફ એમએમ નરવણેએ કહ્યું હતું કે તમને કોઈ પણ ઝપાઝપી અંગે જાણકારી આપવામાં આવશે. 10 જગ્યા એવી છે કે જ્યાં અમે દરરોજ વાતચીત કરી છીએ. અહીં સ્થિતિ પૂર્વવત છે. એક-બે જગ્યાએ ક્યારેક કોઈ ઘટના બને છે. આ ઘટના ત્યારે જ બને છે કે જ્યારે કમાન્ડર્સ બદલાય છે.

આ મહિને ઝપાઝપી ક્યાં, ક્યારે અને કેવી રીતે થઈ

1) તારીખ-5 મે, જગ્યા-પૂર્વી લદ્દાખનું પૌંગોંગ સરોવર
તે દિવસે સાંજે આ સરોવરના ઉત્તર કિનારે ફિંગર-5 વિસ્તારમાં ભારત-ચીનના 200 સૈનિક સામ સામે આવી ગયા. ભારતે ચીનના સૈનિકોની ઉપસ્થિતિ સામે વાંધો ઉઠાવ્યો. રાત્રી દરમિયાન તંગ સ્થિતિ જળવાઈ રહી. પછીના દિવસે ઝપાઝપી થઈ. બાદમાં બન્ને પક્ષે ઉચ્ચ અધિકારીઓએ વાતચીતથી સ્થિતિ શાંત કરી.

2) તારીખ-સંભવતઃ 9 મે, જગ્યા-ઉત્તરી સિક્કીમમાં 16 હજાર ફૂટની ઉંચાઈ પર નાકુ લા સેક્ટર

અહીં ભારત-ચીનના 150 સૈનિક સામ સામે આવી ગયા હતા. સત્તાવાર રીતે આ તારીખ સામે આવી નથી. ધ હિન્દુના અહેવાલ પ્રમાણે 9 મેના રોજ અહીં ઝપાઝપી થઈ હતી. જેમા 10 સૈનિક ઈજાગ્રસ્ત થયા હતા.

3) તારીખ-સંભવતઃ 9 મે, જગ્યા- લદ્દાખ
જે દિવસે ઉત્તરી સિક્કીમમાં ભારત-ચીનના સૈનિક વચ્ચે ઝપાઝપી થઈ હતી. તે દિવસે ચીને લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પર તેના હેલિકોપ્ટર મોકલ્યા હતા. ચીનના હેલિકોપ્ટરોએ સરહદ પાર ન કરી, પણ ભારતે જવાબી કાર્યવાહીમાં લેહ એરબેઝથી તેના સુખોઈ 30, એમકેઆઈ ફાઈટર પ્લેનો તથા લડાકુ વિમાનો રવાના કર્યા. આ પ્રથમ વખત એવી ઘટના છે કે જ્યારે ભારતે ચીનની કોઈ પણ ગતીવિધિ સામે તેના લડાકુ વિમાનો સીમા પાસે મોકલ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post