• Home
  • News
  • ગલવાન ઘાટીમાં ચીનના દુ:સાહસનો જવાબ આર્થિક મોરચે ભારત આપશે, ચીની કંપનીઓના કોન્ટ્રાક રદ કરાયા
post

PMએ વેપારીઓને કહ્યું, દેશહિતમાં આત્મનિર્ભર મિશનની આગેવાની કરો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-19 10:28:45

નવી દિલ્હી: લદાખમાં 20 જવાનોની શહીદી વિરુદ્ધ દેશભરમાં ચાઈનીઝ સામાન પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. ગુરૂવારે બીજા દિવસે ઠેર-ઠેર ચાઈનીઝ સામાન સળગાવાયો હતો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનનું નામ લીધા વગર આત્મનિર્ભરતાનો મંત્ર આપતા આયાત ઘટાડવાનું આહવાન કર્યું છે. તેમણે કહ્યું કે, ‘વેપારીઓ મજબૂત આત્મવિશ્વાસ સાથે આત્મનિર્ભર અભિયાનની આગેવાની કરે. હું તમારી સાથે છું.ઉપભોક્તા બાબતોના મંત્રી રામવિલાસ  પાસવાને અધિકારીઓને નિર્દેશ આપ્યા કે, ચીનનો સામાન ન ખરીદવામાં આવે. 

બીજી તરફ રેલવેએ ચીનની કંપનીને રૂ.471 કરોડનો કોન્ટ્રાક્ટ રદ્દ કરી નાખ્યો છે અને સાથે જ રૂ.1  હજાર કરોડના પાર્ટ્સ ખરીદવાનો કરાર તોડવાની તૈયારી છે. 7 કરોડ દુકાનદારોના સંગઠન કેટે ભારતીય સામાન- હમારા અભિમાનઅભિયાન શરૂ કર્યું છે. કેટે અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર જેવા સેલિબ્રિટીને ચાઈનીઝ સામાનની જાહેરાત ન કરવા અપીલ કરી છે.  

ચીની કંપનીનું કામ ધીમું હતુંરેલવેએ કામ પાછુ ખેંચ્યું 
રેલવેએ ચીનની કંપનીનો રૂ.471 કરોડનો કોન્ટ્રાક્ટ રદ કરી નાખ્યો છે. DFCCILએ કામની ગતિ ધીમી હોવાના આધારે આ કાર્યવાહી કરી છે. આ કામ કાનપુર-દીનદયાલ ઉપાધ્યાય સેક્શન વચ્ચે સિગ્નલિંગ અને ટેલિકમ્યુનિકેશન સાથે જોડાયેલું હતું. અગાઉ સરકારે BSNLના 4જી અપગ્રેડેશનમાં પણ ચાઈનીઝ ઉપકરણોનો ઉપયો ન કરવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના મંત્રીએ માગ કરી કે, દિલ્હી-મેરઠ મેટ્રો માટે ચીની કંપનીને અપાયેલો કોન્ટ્રાક્ટ પણ રદ્દ કરવામાં આવે. 

બહિષ્કારની માગ દબાવે ભારત : ચીની અખબાર
ચાઈનીઝ સામાનના બહિષ્કારની માગથી ચીન ફફડી ઊઠ્યું છે. ચીનનું સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે ભારત સરકારને આવા અવાજો દબાવી દેવાની માગ કરી છે. અખબારે લખ્યું છે કે, સીમા વિવાદને વેપાર સાથે જોડવો ઉચિત નથી. ચીનના બહિષ્કારની માગ ભારતમાં ઊઠી છે તેના પર વિશ્વાસ થતો નથી, જેણે દંગલ, સીક્રેટ સુપરસ્ટાર અને હિન્દી મીડિયમ જેવી ફિલ્મો બનાવી છે. આ ફિલ્મોમાં ભારતના લોકોને ઈમાનદાર, મૈત્રીપૂર્ણ અને વિનમ્ર બતાવાયા છે.

ચીન એએલસી પર પોતાની હદમાં જ રહે : ભારત 
ભારતે ગુરુવારે ચીનને જવાબ આપતા કહ્યું કે, તે એલએસી પર પોતાની ગતિવિધિઓ પોતાની હદના અંદર મર્યાદિત રાખે. યથાસ્થિતિને બદલવા માટે એકપક્ષીય કાર્યવાહી ના કરે. ગલવાન ઘાટીમાં સોમવારે થયેલી અથડામણ મુદ્દે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, ભારતની ક્ષેત્રીય અખંડતા સાથે કોઈ સમાધાન થઈ શકે નહીં. ચીનના દાવામાં સચ્ચાઈ નથી. ગુરૂવારે ત્રીજા દિવસે બંને દેશના મેજર જનરલ રેન્કના અધિકારીઓ વચ્ચે છ કલાક બેઠક ચાલી હતી. 

જવાનોને હથિયાર વગર કેમ મોકલ્યા: રાહુલ 
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ચીને હિન્દુસ્તાનના શસ્ત્રહીન સૈનિકોની હત્યા કરીને મોટો અપરાધ કર્યો છે. ચીને આપણે હથિયાર વગરના જવાનોની હત્યાની હિંમત કેવી રીતે કરી? કોણે મોકલ્યા? કોણ જવાબદાર છે. 

જવાન હથિયારબંધ, પરંપરાને લીધે ગોળી ના ચલાવી 
વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે, બોર્ડર ડ્યુટી પર દરેક સૈનિક હથિયારથી સજ્જ હોય છે. 15 જૂનના રોજ ગલવાનમાં ગયેલા સૈનિકો હથિયારો સાથે જ હતા. ગોળીબારી ન કરવાની લાંબી પરંપરા (1996-2005ના સમાધાન અનુસાર)નું પાલન કરતા હથિયાર ચલાવ્યા ન હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post