• Home
  • News
  • ભારતનો ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે વિજય, કોહલીની ફિફ્ટી, રાહુલ સદી ચૂક્યો
post

ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 ઓવરમાં 199 રનમાં ઓલઆઉટ, સ્મિથના 43, વોર્નરના 41 રન, જાડેજાની 3 વિકેટ

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-09 17:37:41

વર્લ્ડકપ-2023ની પાંચમી મેચમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે વિજય થયો છે. કોહલી અને રાહુલની ધમાકેદાર બેટીંગના કારણે ભારતે જીત મેળવી. ઓસ્ટ્રેલિયાના 49.3 ઓવરમાં 199 રનના જવાબમાં ભારતે 41.2 ઓવરમાં 4 વિકેટે 201 રન ફટકારી વર્લ્ડકપ-2023ની પ્રથમ મેચ જીતી લીધી.

કોહલી અને રાહુલે મેચ જીતાડી

Photo Courtsey : Kushal Doshi 

મેચમાં રોહિત શર્મા, ઈશાન કિશન અને શ્રેયસ ઐય્યર સસ્તામાં આઉટ થયા બાદ વિરાટ કોહલી અને કે.એલ.રાહુલે મેચ જીતાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. કોહલીએ 116 બોલમાં 6 ફોર સાથે 85 રને આઉટ થયો હતો, તો કે.એલ.રાહુલે 115 બોલમાં 8 ફોર અને 2 સિક્સ સાથે અણનમ 97 રન ફટકાર્યા હતા, જ્યારે હાર્દિક પંડ્યાએ 11 રને અણનમ રહ્યો હતો.

રોહિત-ઈશાન-ઐય્યર સસ્તામાં આઉટ

ઓપનિંગમાં આવેલા રોહિત શર્મા, ઈશાન કિશન અને શ્રેયસ ઐય્યર ઝીરો પર આઉટ થયા બાદ ચાહકો ચિંતિત બની ગયા હતા, જોકે ત્યારબાદ કોહલી અને રાહુલે બાજી સંભાળી ભારતને વર્લ્ડકપની પ્રથમ મેચ જીતાડી દીધી છે.

ઓસ્ટ્રેલિયા ટીમ 199 રનમાં ઓલઆઉટ

ભારતીય સ્પિનરો સામે ઓસ્ટ્રેલિયાની ટીમ શરૂઆતથી જ લાચાર જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન સ્ટીમ સ્મિથે 46 જ્યારે ડેવિડ વોર્નરે 41 રન ફટકાર્યા હતા. જ્યારે બોલિંગમાં જોશ હેઝલવુડે 3 વિકેટ અને મિશેર સ્ટાર્કે 1 વિકેટ ઝડપી હતી.

રવિન્દ્ર જાડેજાની 3 વિકેટ

આજની મેચમાં સ્પીનરોનું ખાસ પ્રભુત્વ જોવા મળ્યું હતું. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ, જ્યારે જસપ્રીત બુમરાહ અને કુલપીદ યાદવે 2-2 વિકેટ તેમજ મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, આર.અશ્વિને 1-1 વિકેટ ઝડપી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ કપમાં રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ વર્લ્ડ કપમાં 5 વખત જયારે ભારત 2 વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે. વર્લ્ડ કપના રેકોર્ડની વાત કરીએ તો ભારત સામે ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે છે. આ અગાઉની વર્લ્ડકપ મેચોની વાત કરીએ તો ભારત અને ઓસ્ટ્રેલિયા અત્યાર સુધીમાં કુલ 12 મેચ રમાઈ છે, જેમાંથી ભારત માત્ર 4 મેચ જીતવામાં સફળ રહ્યું છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ 8 મેચ જીતવામાં સફળ રહી છે. બંને ટીમો વચ્ચે છેલ્લી વર્લ્ડ કપ મેચ 2019માં ઓવલમાં રમાઈ હતી જેમા ભારતનો 36 રને વિજય થયો હતો. 

adv

Related News

post
post
post
post
post
post
post