• Home
  • News
  • ભારત 7 વિકેટે જીત્યું: 12 વર્ષ પછી સાઉથ આફ્રિકાને ઘરઆંગણે વન-ડે સિરીઝમાં પરાજય આપ્યો
post

100 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ શરૂઆત સારી કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-11 18:48:20

ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે 3 વન-ડે મેચની સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં સાઉથ આફ્રિકાએ આપેલા 100 રનના ટાર્ગેટને 19.1 ઓવરમાં જ ચેઝ કરીને સિરીઝ 2-1થી જીતી લીધી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે 12 વર્ષે વન-ડે સિરીઝ જીતી હતી.

100 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ શરૂઆત સારી કરી હતી. ટીમે 4 ઓવરમાં વિના વિકેટે 24 રન બનાવી લીધા હતા. શિખર ધવન ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો અને 14 બોલમાં 8 રને રનઆઉટ થયો હતો. ઈશાન કિશન 10 રને બ્યોર્ન ફોર્ટ્યુનની બોલિંગમાં આઉટ થયો હતો.