• Home
  • News
  • ભારત ઓસ્ટ્રેલિયા સામે સતત ચોથી સિરીઝ જીત્યું:આવું કરનારી પહેલી એશિયન ટીમ, ચોથી ટેસ્ટ મેચ ડ્રો થઈ; ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે સતત 16મી સિરીઝ જીતી
post

પ્લેયર ઑફ ધ સિરીઝનો અવોર્ડ ટીમ ઈન્ડિયાના બે સ્ટાર સ્પિનર રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનને મળ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-13 18:42:13

અમદાવાદ: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ અમાદાવદમાં રમાઈ ગઈ હતી. જેમાં આ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. જોકે આ સિરીઝમાં ભારત 2-1થી આગળ હોવાથી સિરીઝ પોતાના નામે કબજે કરી હતી અને ઓસ્ટ્રેલિયાને સતત ચોથી સિરીઝમાં હરાવ્યું હતું. આવું પરાક્રમ કરનારી પહેલી એશિયન ટીમ બની ગઈ છે. આ ઉપરાંત ટીમ ઈન્ડિયાએ છઠ્ઠીવાર ઘરઆંગણે BGT જીતી લીધી છે. સાથે જ ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે સતત 16મી ટેસ્ટ સિરીઝ જીતી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાને 2004માં ઘરઆંગણે હારનો સામનો કરવો પડ્યો હતો.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઇનિંગ 175/2 પર ડિકલેર કરી હતી. કોઈ પરિણામ ન આવતા બંને કેપ્ટને પરસ્પર સંમતિથી મેચ સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે માર્નસ લાબુશેન 63 અને સ્ટીવ સ્મિથ 10 રને અણનમ પરત ફર્યા હતા.

આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરીને 480 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે 571 રન બનાવ્યા હતા અને પહેલી ઇનિંગમાં 91 રનની લીડ મેળવી હતી.

પ્લેયર ઑફ ધ સિરીઝ
પ્લેયર ઑફ ધ સિરીઝનો અવોર્ડ ટીમ ઈન્ડિયાના બે સ્ટાર સ્પિનર રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનને મળ્યો છે. રવિચંદ્રને આ સિરીઝમાં 85 રન કર્યા છે અને 25 વિકેટ ઝડપી છે. જ્યારે રવીન્દ્રા જાડેજાએ આ સિરીઝમાં 135 રન બનાવ્યા છે અને 22 વિકેટ ઝડપી છે.

પ્લેયર ઑફ ધ મેચ
ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર વિરાટ કોહલીને પ્લેયર ઑફ ધ મેચનો અવોર્ડ મળ્યો છે. તેમણે 23 ટેસ્ટ અને 41 ઇનિંગ્સે પછી ટેસ્ટમાં સદી ફટકારી હતી. આ તેમની ટેસ્ટમાં 28મી સદી હતી. સાથે જ તેમના ઈન્ટરનેશનલ કરિયરની 75મી સદી હતી. તેમણે 186 રન ફટકાર્યા હતા. જેના કારણે ટીમ ઈન્ડિયાએ 91 રનની લીડ લીધી હતી.

WTC ફાઇનલમાં પહોંચ્યું ભારત
ભારતે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારત સતત બીજી વખત ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું છે. શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડની રોમાંચક જીત સાથે, ફાઈનલમાં ભારતનું સ્થાન નિશ્ચિત થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયા પહેલા જ ફાઇનલમાં પહોંચી ગયું હતું. 7મી જૂને WTC ચેમ્પિયનશિપના ટાઇટલ માટે બંને ટીમો વચ્ચે ટક્કર થશે.

adv

Related News

post
post
post
post
post
post
post