• Home
  • News
  • ભારત પહેલીવાર ન્યૂઝીલેન્ડ સામે સતત બે T-20 જીત્યું, બીજી મેચમાં 7 વિકેટે હરાવ્યું
post

ન્યૂઝીલેન્ડે 132 રન કર્યા, ભારતે 15 બોલ બાકી રાખીને ટાર્ગેટ ચેઝ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-27 10:22:50

ઈડન પાર્ક  : ભારતે ન્યૂઝીલેન્ડને ઓકલેન્ડ ખાતેની બીજી T-20માં 7 વિકેટે હરાવ્યું છે. સાથે ટીમ ઇન્ડિયાએ 5 મેચની સીરિઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. તેમજ પહેલીવાર ન્યૂઝીલેન્ડ સામે સતત બે T-20માં જીત મેળવી છે. 133 રનનો પીછો કરતા ભારતે 17.3 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો. લોકેશ રાહુલે કરિયરની 11મી અને સીરિઝમાં સતત બીજી ફિફટી મારી. તે 57 રને અણનમ રહ્યો. તેણે શ્રેયસ ઐયર (44 રન) સાથે ત્રીજી વિકેટ માટે 86 રનની ભાગીદારી કરી. કિવિઝ માટે ટિમ સાઉથીએ 2 વિકેટ અને ઈશ સોઢીએ 1 વિકેટ લીધી હતી.

છેલ્લી પાંચ ઇનિંગ્સમાં લોકેશ રાહુલનું પ્રદર્શન:
ફિફટી: 4
રન: 303
એવરેજ: 75.75

રનચેઝમાં વિરાટ કોહલી 11 રને સાઉથીની બોલિંગમાં સેઈફર્ટ દ્વારા કેચ આઉટ થયો હતો. તે પહેલા રોહિત શર્મા 8 રને સાઉથીની બોલિંગમાં સ્લીપમાં ટેલર દ્વારા કેચ આઉટ થયો હતો.

ભારત રિપબ્લિક ડે પર બીજી મેચ જીત્યું

ભારતીય ટીમે હવે 26 જાન્યુઆરીએ રમાયેલી ત્રણમાંથી બે મેચ જીતી છે. આજે ન્યૂઝીલેન્ડને 7 વિકેટે માત આપી. તે પહેલા 2016માં ઓસ્ટ્રેલિયાને એડિલેડ ખાતે 37 રને હરાવ્યું હતું. 2017માં ઇંગ્લેન્ડ સામે કાનપુર ખાતે ભારતે 7 વિકેટે મેચ ગુમાવી હતી.

કિવિઝે 133 રનનો ટાર્ગેટ આપ્યો

ન્યૂઝીલેન્ડે ભારત સામેની બીજી T-20માં ઓકલેન્ડ ખાતે 20 ઓવરમાં 5 વિકેટે 132 રન કર્યા છે. તેમના માટે માર્ટિન ગુપ્ટિલે અને ટિમ સેઈફર્ટે 33 રન અને કોલિન મુનરોએ 26 રન કર્યા હતા. ભારત માટે રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ, જ્યારે જસપ્રીત બુમરાહ, શિવ દુબે અને શાર્દુલ ઠાકુરે 1-1 વિકેટ લીધી હતી.

કેન વિલિયમ્સન સ્કવેર લેગમાં જાડેજાની બોલિંગમાં ચહલ દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 20 બોલમાં 14 રન કર્યા હતા. કોલિન મુનરો 26 રને દુબેની બોલિંગમાં કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. તે પહેલા માર્ટિન ગુપ્ટિલ શાર્દુલ ઠાકુરની બોલિંગમાં મીડ-ઓફ પર કોહલી દ્વારા કેચ આઉટ થયો હતો. ગુપ્ટિલે 20 બોલમાં 4 ફોર અને 2 સિક્સની મદદથી 33 રન કર્યા હતા.