• Home
  • News
  • કોહલી IPLમાં 50વાર 50+ સ્કોર કરીને બન્યા પહેલાં ભારતીય:223 સિક્સ ફટકારી, પોલાર્ડ બરાબર પહોંચ્યા; આ લિસ્ટમાં ગેલ હજુ પણ ટોપ પર
post

IPL ઇતિહાસમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ દિગ્ગજ બેટર વિરાટ કોહલીના નામે છે. વિરાટે 224 IPL મેચમાં 6706 રન બનાવ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-03 19:23:55

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના ઓપનર વિરાટ કોહલીએ રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ મેચમાં 82 રન બનાવ્યાં. ફાફ ડુ પ્લેસિસ સાથે 148 રનની રેકોર્ડ પાર્ટનરશિપ પણ કરી હતી. આ મુંબઈ વિરુદ્ધ ચોથી ચૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ છે.

વિરાટે 50+ રન કરીને એક અન્ય રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેઓ IPLમાં 50 વાર 50+ સ્કોર કરનાર પહેલાં ભારતીય બની ગયાં છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નર આ મામલે પહેલાં સ્થાને છે. તેમણે 60વાર 50+ સ્કોર બનાવ્યા છે. વિરાટે IPLમાં 45 ફિફ્ટી ફટકારી છે. તેમના નામે 5 સેન્ચુરી પણ છે. આ પ્રકારે તેઓ 50વાર 50+ સ્કોર બનાવી ચૂક્યા છે. આવું કરનાર તેઓ પહેલાં ઇન્ડિયન પ્લેયર બની ગયા છે.

ગેલ હજુ પણ IPLમાં સિક્સર કિંગ
સૌથી વધારે સિક્સ મારનાર ક્રિકેટરની લિસ્ટમાં કોહલીએ વેસ્ટઇન્ડિઝના બેટર કેરન પોલાર્ડની બરાબરી કરી લીધી છે. બંનેએ IPLમાં 223 સિક્સ ફટકારી છે. આ લિસ્ટમાં ક્રિસ ગેલ 357 સાથે ટોપ પર છે. પોલાર્ડ અને કોહલી પાંચમા સ્થાને છે.

મુંબઈ વિરુદ્ધ ચોથી સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ
વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ ચોથી સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ પોતાના નામે કર્યો. બંનેએ 148ની પાર્ટનરશિપ કરી. મુંબઈ વિરુદ્ધ પાર્ટનરશિપ લિસ્ટમાં એડમ ગિલક્રિસ્ટ અને વીવીએસ લક્ષ્મણની જોડી ટોપ પર છે, જેમણે 2008માં 155 રન બનાવ્યા હતાં.

ઓવરઓલ પાર્ટનરશિપની વાત કરવામાં આવે તો આ લિસ્ટમાં ટોપ 2 પાર્ટનરશિપ કોહલી અને એબી ડી વિલિયર્સના નામે છે. બંનેએ 2016માં ગુજરાત લોયન્સ વિરુદ્ધ 229 અને 2015માં મુંબઈ વિરુદ્ધ 215 રનની પાર્ટનરશિપ કરી હતી. મુંબઈ વિરુદ્ધ કરવામાં આવતી પાર્ટનરશિપ ઓપનિંગમાં કરવામાં આવી નહોતી.

કોહલી IPLમાં સૌથી વધારે રન બનાવવાના મામલે સૌથી આગળ
IPL
ઇતિહાસમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ દિગ્ગજ બેટર વિરાટ કોહલીના નામે છે. વિરાટે 224 IPL મેચમાં 6706 રન બનાવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post