• Home
  • News
  • ભારતીય ફેન હાથમાં તિરંગો લઈને મેદાનમાં ઘૂસ્યો:રોહિત શર્મા પાસે પહોંચીને રડવા લાગ્યો, હવે ચૂકવવો પડશે 6.50 લાખ રૂપિયાનો દંડ
post

થોડો સમય મેચ રોકી દેવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-07 18:06:52

એડિલેડ: રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી T20 વર્લ્ડ કપનીની છેલ્લી સુપર-12 લીગ મેચ દરમિયાન એક ફેન તિરંગો લઈને મેદાનમાં ઘૂસી ગયો હતો. સિક્યોરિટીને હાથતાળી આપીને તે ભારતીય કેપ્ટન રોહિત શર્માની નજીક પહોંચી ગયો હતો અને તેની સાથે વાત કરતાં તે રડવા લાગ્યો હતો. સુરક્ષાકર્મીઓએ તેને પકડીને મેદાન પરથી બહાર કર્યો હતો. આ ફેન પર 6.50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ભારતે આ મેચ 71 રને જીતી લીધી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

આ ઘટના 17મી ઓવરમાં બની હતી
ટીમ ઈન્ડિયાના 187 રનના ટાર્ગેટનો પીછો કરતાં 16.4 ઓવર સુધી ઝિમ્બાબ્વેની ટીમે 9 વિકેટના નુકસાને 111 રન બનાવ્યા હતા. ભારતને જીતવા માટે 1 વિકેટની જરૂર હતી. ટીમ ઈન્ડિયાની જીત નિશ્ચિત હતી. હાર્દિક પંડ્યા 17મી ઓવરનો 5મો બોલ નાખવા માટે તૈયાર હતો. ત્યારે જ આ ભારતીય ફેન મેદાનમાં ઘૂસી ગયો, જેના કારણે થોડો સમય મેચ રોકી દેવામાં આવી હતી.

દંડની રકમ MCGના મોટા સ્કોર બોર્ડ પર દર્શાવવામાં આવી
દંડની રકમ મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમના મોટા સ્કોર બોર્ડ પર પણ દર્શાવવામાં આવી હતી. મેદાનની સુરક્ષામાં અવરોધ ઊભો કરવા બદલ એક યુવાન ચાહકને દંડ ફટકારવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા ફેન્સે આના પર સવાલો ઉઠાવ્યા છે. કેટલાક સોશિયલ ફેન્સે લખ્યું- 'યુવાન આટલો ભારે દંડ કેવી રીતે ચૂકવશે.'