• Home
  • News
  • ભારતીય મહિલા હોકી ટીમનું શાનદાર પ્રદર્શન:ફાઈનલમાં ભારતીય મહિલા હોકી ટીમે દમ દેખાડ્યો, સ્પેનને હરાવીને ટાઈટલ જીત્યું
post

સેમિફાઇનલ મેચમાં ભારતીય ટીમે શૂટઆઉટમાં આયર્લેન્ડને 2-1થી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-19 19:49:03

સ્પેનના વેલેન્સિયામાં રમાયેલા FIH વુમન્સ નેશન્સ કપ 2022માં ભારતની મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરીને પોતાનો અજેય ક્રમ જાળવી રાખીને અને સતત 5મી મેચમાં જીત મેળવીને ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. ભારતીય મહિલા હોકી ટીમે સ્પેનની મહિલા ટીમનો સામનો કર્યો હતો, જેને ભારતીય મહિલા ટીમે 1-0થી હરાવીને FIH નેશન્સ કપ જીતી લીધો હતો.

ભારતે સ્પેનને હરાવીને ટાઈટલ જીત્યું હતું
આ જીત સાથે, ભારતીય મહિલા હોકી ટીમે પહેલી વખત આયોજિત આ ટૂર્નામેન્ટનું ટાઈટલ પણ જીત્યું છે અને આ જીતને કારણે, ભારતીય મહિલા હોકી ટીમે 2023-24 પ્રો લીગમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારત માટે આ વિજય ગુરજીત કૌરે સુનિશ્ચિત કર્યો, જેણે છઠ્ઠી મિનિટે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી નાખ્યો હતો અને આ લીડ અંતે ટીમ માટે નિર્ણાયક સાબિત થઈ હતી.

સેમિફાઈનલમાં આયર્લેન્ડને શૂટઆઉટમાં હરાવ્યું
કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય મહિલા હોકી ટીમે 8 દેશોની વચ્ચે રમાયેલી આ ટૂર્નામેન્ટમાં સતત 3 મેચ જીતીને શરૂઆત કરી હતી અને પોતાના ગ્રુપમાં ટૉપ પર રહી હતી. જેના કારણે ટીમે સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યું હતું. સેમિફાઈનલમાં ભારતીય મહિલા હોકી ટીમની ટક્કર આયર્લેન્ડ સામે થઈ હતી. ત્યારે
સેમિફાઈનલમાં આયર્લેન્ડ સામે જીતીને તેઓએ ફાઈનલમાં જગ્યા બનાવી હતી, અને ફાઈનલમાં સ્પેનની મહિલા ટીમને હરાવી હતી.

સેમિફાઇનલ મેચમાં ભારતીય ટીમે શૂટઆઉટમાં આયર્લેન્ડને 2-1થી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તે જ સમયે, ફાઇનલમાં સ્પેનિશ મહિલા હોકી ટીમને હરાવીને, ભારતીય ટીમે પહેલું FIH નેશન્સ કપ ટાઈટલ જીત્યું છે.

હોકી ઈન્ડિયાએ ઈનામની જાહેરાત કરી હતી

ભારતીય ટીમની આ શાનદાર જીતથી હોકી ઈન્ડિયાએ ટીમને અને કોચિંગ સ્ટાફને ઈનામ આપવાની જાહેરાત કરી છે. હોકી ઈન્ડિયાએ ભારતીય મહિલા હોકી ટીમના દરેક ખેલાડીને 2 લાખ રૂપિયા આપવાની વાત કરી છે. જ્યારે કોચિંગ સ્ટાફને 1 લાખ રૂપિયા આપવાની વાત કરી છે.

adv

Related News

post
post
post
post
post
post
post