• Home
  • News
  • ભારતની વિમેન્સ લૉન બોલ્સ ટીમ ફાઈનલમાં પહોંચી, સુશિલા દેવીએ પણ મેડલ પાક્કો કર્યો
post

જૂડોના વિમેન 57 કિલો કેટેગરીમાં સૂચિતાએ ઝીમ્બામ્વેની રીતા કબિંદાને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પરાજય આપ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-01 20:02:58

કૉમનવેલ્થ ગેમ્સ (રાષ્ટ્રમંડળ રમતોત્સવ)માં ચોથા દિવસ માટે સ્પર્ધા ચાલી રહી છે. ભારતની જૂડો પ્લેયર સુશિલા દેવી ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે 48 KG વેટ કેટેગરીમાં સેમિફાઇનલમાં મોરિશિયસની પ્રિસસિલા મોરાંડને હાર આપી છે. હવે ફાઇનલમાં તેનો સામનો સાઉથ આફ્રિકાની મિકેલા વ્હાઇટબોડી સાથે થશે. સાથે જ લોન બોલમાં ભારતીય વિમેન્સ ફોર્સ ટીમે ઇતિહાસ રચી દીધો છે. તેઓ પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સના ફાઇનલમાં પહોંચ્યા છે.

1930થી કોમનવેલ્થ ગેમ્સમાં લોન બોલ્સ રમાઈ રહી છે, પરંતુ આજ સુધી ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી શકી નથી. ભારતે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડના હરાવ્યુ હતુ. ફાઈનલમાં હવે દક્ષિણ આફ્રિકા સાથે ટક્કર થશે. બીજી બાજુ, વેઈટલિફ્ટીંગની મેન્સ 81 KG વેઇટ કેટેગરીમાં ભારતના અજય સિંહ મેડલ ચુકી ગયા છે. તેમણે સ્નેચ અને ક્લીન એન્ડ જર્ક સાથે 319 કિલો વેઈટ ઉઠાવ્યો હતો અને ચોથા સ્થાન પર રહ્યા હતા.

અજયે સ્નેચના પ્રથમ પ્રથમ પ્રયત્નમાં 138 કિલો, બીજામાં 140 કિલો તથા ત્રીજામાં 143 કિલો વજન ઉઠાવ્યો. જ્યારે ક્લીન એન્ડ જર્કમાં તેમણે 172 તથા 176 કિલો વજન ઉઠાવ્યો હતો. ત્રીજા પ્રયત્નમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા.

ભારત મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાન પર છે
ભારત અત્યાર સુધીમાં 3 ગોલ્ડ સહિત 6 મેડલ જીતી ચુક્યું છે. મેડલ ટેલીમાં ભારત હજુ પણ છઠ્ઠા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયા 22 ગોલ્ડ સહિત 52 મેડલ મેળવીને પ્રથમ સ્થાન પર છે.

જૂડોઃ સૂચિતા અને જસલીન ટોપ-8માં
જૂડોના વિમેન 57 કિલો કેટેગરીમાં સૂચિતાએ ઝીમ્બામ્વેની રીતા કબિંદાને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પરાજય આપ્યો છે. આ સાથે મેન્સ 66 કિલો વેઈટ કેટેગરીમાં જસલીન સિંહ સૈનીએ મેક્સિંસ કુગોલાને હરાવી ટોપ-8માં સ્થાન મેળવ્યું છે.