• Home
  • News
  • ગૃહમંત્રીના બંદોસ્ત માટે RTOમાં ઇનોવાના ખડકલા, 50થી 70 કાર ભુજની કચેરીમાં સ્ટેન્ડ બાય રખાઇ
post

વીઆઇપી બંદોબસ્ત ટાણે જોઇતા વાહનોની સગવડ આરટીઓ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-12 09:16:45

ગૃહમંત્રી અમિત શાહ કચ્છના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમના બંદોબસ્તમાં કાફલા માટે ઇનોવા કાર રાખવામાં આવશે. ટ્રાન્સપોર્ટેશન આરટીઓ વિભાગને લાગુ પડતો હોવાથી તેમના દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી અને બુધવાર સવારથી 50થી 70 ઇનોવા સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.ભુજની આરટીઓમાં બુધવારે સવારથી જ 50થી 70 ઇનોવા કાર આવી પહોંચી હતી, વીઆઇપી બંદોબસ્ત ટાણે જોઇતા વાહનોની સગવડ આરટીઓ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે.

ગૃહમંત્રી અમીત શાહની મુલાકાત વેળાએ કાફલા માટે 50થી 70 ઇનોવા કાર બુધવાર સવારથી જ આરટીઓમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. લોકડાઉન ભાગ મોટાભાગે સુમસામ રહેતી કચેરીમાં બુધવારે સવારે ઇનોવા કારના ખડકલા દેખાયા હતા. બંદોબસ્તના કાફલા માટે તમામ વાહનોને સ્ટેન્ડ બાય રખાયા હતા અને ડ્રાઇવરો પણ આખો દિવસ ત્યાં જ હાજર જણાયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post