• Home
  • News
  • ચૂની ગજેરાની સુરતની જે ડાયમંડ કંપનીમાં શિક્ષિકાની છેડતી થઈ તેના સિક્યુરિટી ગાર્ડ અને પટ્ટાવાળાની પૂછપરછ
post

છેડતી બાદ હવે ચૂની ગજેરા સામે બળાત્કારનો ગુનો દાખલ કરવા પીડિતાની સીપીને અરજી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-04 11:58:38

ગજેરા ગ્લોબલ સ્કૂલની શિક્ષિકાએ ટ્રસ્ટી ચૂની ગજેરા સામે છેડતીની ફરિયાદ નોંધાવ્યા બાદ સ્કૂલના પ્રિન્સિપાલે પણ શિક્ષિકા સામે 11 લાખની ખંડણીની ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે તપાસ શરૂ કરી છે. શિક્ષિકાએ ચૂની ગજેરાએ પોતાની ડાયમંડ કંપનીમાં બોલાવી છેડતી કરી હોવાનું ફરિયાદમાં નોંધાવ્યું હોવાથી ડાયમંડ કંપનીના સિક્યુરિટી ગાર્ડ અને પટ્ટાવાળાની પૂછપરછ હાથ ધરી છે.

ઘટના શું હતી?
ઇન્ડોર સ્ટેડિયમ પાસે આદર્શનગરમાં રહેતા ઉદ્યોગપતિ અને ચૂની ગજેરા અડાજણ ગજેરા ગ્લોબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટ સંચાલિત ગજેરા ગ્લોબલ સ્કૂલ અડાજણ ગૌરવપથ પર આવેલી છે. તેમના આ શાળામાં 30 જુલાઇ 2018માં હિન્દી વિષયની શિક્ષિકા તરીકે જોડાયેલી પીડિતાએ ચૂની ગજેરાએ તેની સાથે હવસનો ખેલ ખેલવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ કરી હતી.શિક્ષિકાએ કરેલી ફરિયાદમાં શાળાના એક કાર્યક્રમમાં આવ્યા બાદ ચૂની ગજેરાએ તેમની પર દાનત બગાડી હતી. મોબાઇલ નંબર લીધા બાદ મીસકોલ કરીને વાત કરવાનું શરૂ કર્યો હતો. કતારગામ લક્ષ્મી ડાયમંડની ઓફિસ ખાતે બોલાવી ત્યારે તેમણે પટાવાળાને અડધો કલાક સુધી કોઇને નહીં આવવા દેવાનું કહીને તેમની સાથે છેડતી કરવાની કોશિષ કરી હતી. શિક્ષિકા ત્યાંથી ચાલી ગઇ હતી. ફરિયાદ નોંધાવવા માટે પીડિતા 2019થી તત્કાલીન પોલીસ કમિશનર, ડીસીપી, ઉમરા પોલીસ ઇન્સ્પેક્ટર સુધીના અધિકારી પાસે ગઇ હતી. પરંતુ તેની ફરિયાદ લેવામાં નહીં આવતા આખરે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હાઇકોર્ટે આદેશ કરતા અડાજણ પોલીસે ચૂની ગજેરા વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી.

શિક્ષિકા સામે ફરિયાદ થઈ
ગજેરા ગ્લોબલ સ્કૂલની શિક્ષિકાએ ટ્રસ્ટી ચૂની ગજેરા સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. જેની સામે સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા ટ્રસ્ટી વતી શિક્ષિકા સામે ફરિયાદ આપવામાં આવી છે. જેમાં શિક્ષિકાના ગેરવર્તન સહિતના મુદ્દે તેણીને સ્કૂલમાંથી છૂટા કર્યા બાદ ટ્રસ્ટીઓ, મેનેજમેન્ટને બદનામ કરવાના ઈરાદે અગાઉ 11 લાખ રૂપિયા ટ્રસ્ટી પાસેથી પડાવી લીધા બાદ વધુ પાંચ લાખ રૂપિયાની માંગ ન સંતોષાતા ખોટા કેસમાં ફસાવવા બદનામ કરી ધમકી આપી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.સમગ્ર કેસની તપાસ ડીસીપી સુંબેને સોંપવામાં આવી છે.

ચૂની ગજેરાની ડાયમંડ કંપનીના પાંચના નિવેદન લેવાયા
પોલીસ સામ સામે ફરિયાદ બાદ કતારગામ સ્થિત લક્ષ્મી ડાયમંડ ફેક્ટરી ખાતે તપાસ કરી હતી. શિક્ષિકાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ટ્રસ્ટીએ પોતાની ડાયમંડ કંપનીની ઓફિસે બોલાવી અશ્લીલ હરકતો કરી હોવાથી પોલીસે કંપનીના સિક્યુરિટી ગાર્ડ, ઓફિસના પટ્ટાવાળા સહિત ચારથી પાંચ જણાના નિવેદન નોંધ્યા છે. બીજી તરફ શાળાના પ્રિન્સીપાલે નોંધાવેલી ફરિયાદમાં શિક્ષિકાએ બદનામ કરવાની ધમકી આપી 11 લાખ પડાવ્યા હતા અને આ રકમ મળ્યાની શિક્ષિકાએ એફીડેવીટ કરી હોવાનું જણાવ્યું હોવાથી પોલીસે સ્ટેમ્પ વેન્ડર અને નોટરીના નિવેદન નોંધવાની સાથે નોટરી રજીસ્ટરના ઉતારાની નકલ પુરાવા રૂપે કબ્જે લીધા છે.

એફીડેવિટની સહીમાં હેન્ડરાઇટીંગ એક્ષ્પર્ટનું અભિપ્રાય લેવાશે
પ્રિન્સીપાલે નોંધાવેલી ફરિયાદમાં શિક્ષિકાએ 11 લાખ પડાવ્યા બાદ ગેરસમજ દૂર થઇ હોવાની અને હવે પછી કોઇ દરદાવા કે તકરાર નથી અને ભવિષ્યમાં કોઇ કાર્યવાહી કરશે નહીં તેવી એફીડેવિટ લખી આપી હતી. આ એફીડેવિટની પ્રિન્સીપાલે ઝેરોક્ષ નકલ રજૂ કરી હોવાથી પોલીસે તેની ઓરીજનલ રજૂ કરવા જણાવ્યું છે. જેમાં શિક્ષિકાની સહી અંગે હેન્ડરાઇટીંગ એક્ષ્પર્ટનો અભિપ્રાય લેવામાં આવશે તેવું ડીસીપી પ્રશાંત સુમ્બેએ જણાવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post