• Home
  • News
  • 'ઓપરેશન કાવેરી' હેઠળ સુદાનમાં ફસાયેલા 278 ભારતીયોને લઈ INS સુમેધા રવાના થયું
post

સુદાનમાં ફસાયેલા ભારતીયો સહિત અન્ય વિદેશી નાગરિકોને બહાર કાઢવાની પ્રક્રિયા ઝડપી બનાવાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-25 18:13:57

સુદાનમાં ફસાયેલા 278 ભારતીયોની પ્રથમ બેચ INS સુમેધા દ્વારા ઓપરેશન કાવેરી હેઠળ જેદ્દાહ રવાના થયું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ મામલે ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમણે ઓપરેશન કાવેરી હેઠળ બચાવવામાં આવેલા આ લોકોની તસવીર અને વીડિયો પણ ટ્વિટ કરીને શેર કર્યા હતા. સુદાનમાં ફસાયેલા ભારતીયો સહિત અન્ય વિદેશી નાગરિકોને બહાર કાઢવાની પ્રક્રિયા ઝડપી બનાવાઈ છે. ભારતીયોની પ્રથમ બેચ સુદાનથી રવાના થઈ છે. ભારતીય યુદ્ધ જહાજ INS સુમેધા 278 લોકો સાથે જિદ્દાહ   માટે રવાના થયું હતું. ભારત સરકારે પોતાના નાગરિકોને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ઓપરેશન કાવેરી શરૂ કર્યું છે. આ વિશે માહિતી આપતા પીએમ મોદીએ કહ્યું કે અમારી પ્રાથમિકતા અમારા લોકોને સુરક્ષિત લાવવાની છે અને તેનું અભિયાન શરૂ થઈ ગયું છે. સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધ વચ્ચે ત્રણ દિવસીય યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે.

ભારતે સુદાનમાંથી ભારતીયોને બહાર કાઢવા અને દેશમાં પાછા લાવવા માટે 'ઓપરેશન કાવેરી' શરૂ કર્યું

આફ્રિકન દેશ સુદાન હાલમાં ગૃહયુદ્ધની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં 400થી વધુ લોકોના મોત થયા છે. ભારત સહિત ઘણા દેશોના નાગરિકો ત્યાં ફસાયેલા છે. દરમિયાન, ભારતે સુદાનમાંથી ભારતીયોને બહાર કાઢવા અને દેશમાં પાછા લાવવા માટે 'ઓપરેશન કાવેરી' શરૂ કર્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વિટર પર આ માહિતી આપી હતી.

ભારતીયોને પરત લાવવા માટે વાયુસેનાના બે વિમાન અને નેવીનું INS સુમેધા પહોંચ્યા 

સુદાનમાં ગૃહયુદ્ધમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વાયુસેનાના બે C-130 વિમાન અને નેવીનું INS સુમેધા સાઉદી અરેબિયા અને સુદાન પહોંચ્યા હતા. 

વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર 

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વીટ કર્યું કે, "સુદાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ઓપરેશન કાવેરી શરુ કરવામાં આવ્યું છે. લગભગ 500 ભારતીયો સુદાન પોર્ટ પહોંચ્યા છે. વધુ ભારતીયોની બચાવ કામગીરી શરુ છે. ભારતીય જહાજો અને વિમાન તેમને ઘરે લઇ જશે. ભારત સુદાનમાં આપણા તમામ ભાઈઓને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે." ભારત ઉપરાંત ઘણા દેશો સુદાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવ અભિયાન ચલાવી રહ્યું છે. અત્યાર સુધી અમેરિકા, બ્રિટન સહિત 9 દેશોએ તેમના રાજદ્વારીઓને બચાવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post