• Home
  • News
  • સ્વાતેક જેનાથી પ્રેરિત થઈ તે ઓસાકાને હરાવી ‘મિયામી ઓપન’નું ટાઈટલ જીત્યું, ટેનિસ એક સિઝનમાં 3 WTA 1000 ઈવેન્ટ જીતનાર સૌથી યુવા
post

સ્વાતેકે ફેબ્રુઆરીમાં દોહા ઓપન અને 2 સપ્તાહ અગાઉ ઈન્ડિયન વેલ્સ જીત્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-04 11:25:42

ન્યૂયોર્ક: 2 વર્ષ અગાઉ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ડિનર સમયે ઈગા સ્વાતેકે નાઓમી ઓસાકાને કહ્યું હતું કે - તેને ટેનિસમાં પોતાનું ભવિષ્ય નથી દેખાઈ રહ્યું, આ કારણે તે ફરી કોલેજમાં જવાનું વિચારી રહી છે. આ વાત સાંભળ્યા બાદ ઓસાકાએ કહ્યું હતું કે, ‘તું સારું રમે છે. તારે માત્ર આવા વિચારો પાછળ પોતાની ઊર્જા વેડફવાનું બંધ કરવું જોઈએ.

હવે સ્વાતેકે ઓસાકાને જ મિયામી ઓપનની ફાઈનલમાં 6-4, 6-0થી હરાવી હતી. સ્વાતેકે ઓસાકાને પોતાની પ્રેરણા ગણાવી હતી અને હવે તેને જ હરાવી. આ પોલેન્ડની સ્વાતેકની સિઝનમાં સતત 17મી જીત છે. 20 વર્ષીય સ્વાતેક સૌથી યુવા મહિલા ખેલાડી છે, જેણે એક સિઝનમાં સતત ત્રીજી 1000 ઈવેન્ટ પોતાના નામે કરી. સ્વાતેક સિઝનમાં સતત 3થી વધુ WTA 1000 ઈવેન્ટ જીતવા મામલે સેરેના અને વોઝનિયાકી બાદ ત્રીજી ખેલાડી બની.

સ્વાતેકે ફેબ્રુઆરીમાં દોહા ઓપન અને 2 સપ્તાહ અગાઉ ઈન્ડિયન વેલ્સ જીત્યું હતું. સ્વાતેક સનશાઈન ડબલના નામથી જાણીતા ઈન્ડિયન વેલ્સ અને મિયામી ઓપન એક જ સિઝનમાં જીતનાર ચોથી મહિલા સિંગલ્સ ખેલાડી બની. સ્વાતેક સોમવારે સત્તાવાર રીતે રેન્કિંગમાં વર્લ્ડ નંબર-1 ખેલાડી બની જશે.