• Home
  • News
  • રોકાણકારોના રૂપિયા ડૂબ્યા:સુરતમાં સ્વરૂપવાન મહિલાઓ પાસે પ્રેઝન્ટેશન બતાવી રોકાણકારોને થાઇલેન્ડની ટ્રિપના સપના બતાવી રોયલ વ્યૂ એકે ગ્રુપે ફુલેકું ફેરવ્યું
post

એક કારખાનેદારે લાખો રૂપિયાનું રોકાણ કર્યા બાદ સુસાઇડ કર્યાનો પરિવારનો આક્ષેપ

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-07 10:23:30

સુરતમાં એકના ડબલ રૂપિયા કરી આપવાની લાલચ આપીને રોયલ વ્યૂ એકે ગ્રુપ દ્વારા લોકો સાથે લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. રોકાણકારોની ભવ્ય રિસોર્ટમાં મીટિંગ ગોઠવીને સ્વરૂપવાન મહિલાઓ પાસે પ્રેઝન્ટેશન કરાવી થાઈલેન્ડ-બેંગકોકની ટ્રિપની લાલચ આપી રોકાણ કરાવ્યા બાદ ગ્રુપ દ્વારા ઉઠમણું કરવામાં આવ્યું છે. રોયલ વ્યૂ એકે ગ્રુપના સંચાલક અલ્પેશ કિડેચાએ લેસના કારખાનેદારથી લઈને સ્ટાફના કર્મચારીઓને પણ સોનેરી સ્વપ્ન બતાવી રોડ પર લાવી દીધા હોવાનું સામે આવ્યું છે, જેથી રોકાણ કરનારા 15 જેટલા લોકોએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેને આધારે પોલીસે ગ્રુપના સંચાલક અલ્પેશ કિડેચા સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

લોકો રોકાણ કરીને ફસાયા
આ બાબતે દિવ્ય ભાસ્કરની ટીમે કેટલાક પીડિત લોકોનો સંપર્ક કરતાં જાણવા મળ્યું હતું કે અલ્પેશ કિડેચા મીટિંગ કરી લોકોને લોભામણી લાલચ આપી ફસાવતો હતો, જેમાં કેટલીક રૂપસુંદરી મહિલાઓ પણ રાખતો હતો. એકના ડબલ કેવી રીતે થાય એ ઇલેક્ટ્રોનિક બોર્ડ પર ગણીને બતાવતો હતો. બીજા રોકાણકારો લાવી ચેઇન બનાવો તો શું ફાયદો એના વિશે લલચાવતો, રોકાણકારોને માત્ર ગણિત જ સમજાવતો, તમારા રૂપિયા ડબલ થઈ ગયા. હવે બીજી સ્કીમમાં નાખવાના છે. આ ફોર્મ પર સહી કરો. બસ, આવા જાસા આપી લોભ-લાલચમાં સગાંની બચતમૂડીને પણ રોકાણ કરાવીને ફસાવ્યા, કેટલાક તો મિત્રોને રોકાણ કરાવી આજે વ્યાજ ચૂકવી રહ્યા છે. કેટલાકે પરિવારને અંધારામાં રાખી મકાન પર લોન લઈ આપઘાત પણ કરી લીધો છે.

કારખાનેદારે રોકાણ કરતાં આપઘાત કરવો પડ્યો
હરેશ આંબાભાઈ ગાંગણી (નિલેશ બાબુભાઇ ગાંગણી, મૃતકના પિતરાઈ ભાઈ)એ જણાવ્યું હતું કે 21 જાન્યુઆરી 2021ના રોજ અંકલેશ્વરની એક હોટલમાં ભાઈ નિલેશે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાત પાછળનું કોઈ કારણ ન હતું. ભાઈ નિલેશ લેસ કટિંગના કારખાનેદાર હતો. તમામ વિધિ પૂરી કર્યા બાદ નિલેશનો ફોન ચાલુ કરાવ્યો ને મેસેજ આવતા થઈ ગયા હતા. સુસાઈડ નોટ મળતાં એમાં તમામ ઉલ્લેખ કર્યો હતો. 19 લાખ અલ્પેશ પાસેથી લેવાના નીકળે છે પણ આપવાની ના પાડે છે. કોઈ રસ્તો ન મળતાં આપઘાત કરી રહ્યો છું-નો મેસેજ જોઈ પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. 20-25 વાર અંકલેશ્વર ગયા અને ભાઈના આપઘાતનાં કારણો આપ્યાં, સુસાઇડ નોટ બતાવી તો પોલીસે ફરિયાદ આપવા કહ્યું અને અમે ફરિયાદ આપી હતી. સુસાઈડ નોટના આધારે અલ્પેશ કિડેચાને કારણે નિલેશે આપઘાત કર્યો હોય એમ નથી લાગતું, એમ કહેતા રહ્યા ને અમે આખરે કંટાળીને કેસ પડતો મૂકવા મજબૂર બન્યા હતા. અમે ત્યાર બાદ અલ્પેશના ભાઈ સંજયને મળ્યા તો તેણે કહ્યું, હવે મારા હાથમાં નથી. તમને નંબર આપું છું વાત કરજો. ત્યાર બાદ એ નંબર સતત બંધ બતાવે છે.

કર્મચારીઓને પણ ફસાવ્યા
મનીષ મોદી (અકાઉન્ટન્ટ, AK ગ્રુપ)એ જણાવ્યું હતું કે હું તો ત્યાં 3 વર્ષથી નોકરી પર કરતો હતો. અલ્પેશ કિડેચાએ તો કર્મચારીઓ પાસે પણ રોકાણ કરાવી છેતરપિંડી કરી છે. મેં 5 લાખનું રોકાણ કર્યું છે. ફોરેકસમાં રોકાણ કરાવી સારું રિટર્ન મળશે એવી લાલચ આપી રોકાણ કરો અને કરાવો કહેતા હતા. મેં શેઠના કહેવા પર ચાર મિત્રો પાસે બીજા 5-6 લાખનું રોકાણ કરાવ્યું હતું. પહેલા લોકડાઉનના બે-ત્રણ મહિના બાદ શટર પાડી દીધાં હતાં. આજે શેઠ અલ્પેશના ઉઠામણાની વાત બહાર આવતાં મિત્રો મારી પાસે ઉઘરાણી કરે છે અને વ્યાજ મારે આપવું પડે છે. વધુમાં કહું તો મારું કમિશન પણ જમા લઈ લેતાં અને રોકાણ કર્યું છે એમ કહી લાખો રૂપિયાની ઠગાઈ કરી છે.

કર્મચારીઓ થકી સંબંધીઓ ફસાયા
મૂળ અમરેલીના વતની અને સુરતમાં નાના વરાછા યોગીચોક પાસે દેવીકૃપા સોસાયટી વિભાગ 2માં રહેતા 36 વર્ષીય લલિતભાઈ ધનજીભાઈ વધાસિયા સોસાયટીમાં જ ફ્લોરમિલ ચલાવે છે. વર્ષ 2018માં તેમની માસીની દીકરી આશાબેન દુધાત સરથાણા યોગીચોક પેલેડિયમ પ્લાઝા પાસે લિયોનાર્ડ સ્ક્વેરમાં ઓફિસ નંબર 37માં આવેલી રોયલ વ્યૂ એકે ગ્રુપમાં નોકરી કરતી હતી. રોયલ એકે ગ્રુપના સંચાલક અલ્પેશ પૂનાભાઈ કિડેચા(રાજપૂત) રહે. 14 વિનાયક સોસાયટી શંકરનગરની પાછળ પુણા ગામ સુરત, વિવિધ રોકાણની સ્કીમ ચલાવતો હતો. એમાં લોકોએ એકના ડબલ કરવાની જુદી જુદી ત્રણ સ્કીમમાં રોકાણ કર્યા હતા. બાદમાં રોકાણના રૂપિયા આપ્યા વગર અલ્પેશ કિડેચાએ ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post