• Home
  • News
  • પી. ચિદમ્બરમને 106 દિવસ બાદ જામીન મળ્યા
post

આઈએનએક્સ મીડિયા કેસમાં કૉંગ્રેસ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટેમાંથી જામીન મળી ગયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-04 11:27:14

નવી દિલ્હી : આઈએનએક્સ મીડિયા કેસમાં કૉંગ્રેસ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટેમાંથી જામીન મળી ગયા છે. ચિદમ્બરમે તેમની જામીન અરજી ફગાવી દેવાના દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમને 2 લાખના બૉન્ડ અને એટલી જ રકમના બે Sureties પર જામીન આપી છે. કોર્ટે તેની સાથે જ કહ્યું કે, જામીન મળ્યા બાદ પણ ચિદમ્બરમ કોર્ટની મંજૂરી વિના વિદેશ નહીં જઈ શકે. તેમને પ્રેસ કૉન્ફરન્સ કરવા ઉપર પણ રોક રહેશે.

સુપ્રીમ કોર્ટે તેની સાથે જ ચિદમ્બરમની જામીન અરજીની સુનાવણી પૂરી કરી દીધી હતી. જસ્ટિસ આર. ભાનુભતિ, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ રાયની બેન્ચે પૂર્વ નાણા મંત્રીની જામીન અરજી પર સુનાવણી દરમિયાન ઈડીને આ નિર્દેશ આપ્યા હતા. બેન્ચે આ અપીલ પર સુનાવણી પૂરી કરતાં કહ્યું હતું કે, તેની પર ચુકાદો બાદમાં આપવામાં આવશે.

આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈએ પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમની 21 ઑગસ્ટે ધરપકડ કરી હતી. પૂછપરછ બાદ તેમને 6 સપ્ટેમ્બરે તિહાડ જેલ મોકલી દેવામાં આવ્યા હતા. એરસેલ મેક્સિસ કેસમાં તેમના દીકરા કાર્તિની સાથે જામીન મળી ચૂક્યા છે. બીજી તરફ, આઈએનએક્સ કેસમાં ચિદમ્બરમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે આજે ચિદમ્બરમને જામીન આપી દીધા છે.

નોંધનીય છે કે, સીબીઆઈએ 15 મે 2017ના રોજ એક કેસ નોંધ્યો હતો જેમાં આરોપ હતો કે 2007માં તત્કાલીની નાણા મંત્રી પી. ચિદમ્બરમના કાર્યકાળ દરમિયાન વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડ દ્વારા આઈએનએક્સ મીડિયા સમૂહને 305 કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ પ્રાપ્ત કરવાની મંજૂરી આપવામાં અનિયમિતતા આચરવામાં આવી હતી. ત્યારબાદ ઈડીએ પણ મની લૉન્ડ્રિંગનો કેસ નોંધ્યો હતો.