• Home
  • News
  • IPL 2020:લીગના 8માંથી 7 ટીમના કોચ વિદેશી, કારણ- ટીમો મોટા નામ અને પ્રતિષ્ઠિત કોચને વધુ મહત્ત્વ આપે છે, તમામ 12 વખત વિદેશી કોચિંગની ટીમો ચેમ્પિયન બની
post

કિંગ્સ ઈલેવન પંજાબના કોચ અનિલ કુંબલે, અન્ય તમામ ટીમના કોચ વિદેશી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-03 10:42:08

IPLની વર્તમાન સિઝનમાં 8માંથી 7 ટીમના કોચ વિદેશી છે, જ્યારે માત્ર 1 ટીમનો કોચ ભારતીય છે. દિલ્હી કેપિટલ્સનો કોચ રિકી પોન્ટિંગ, ચેન્નઈ સુપર કિંગ્સનો કોચ સ્ટીફન ફ્લેમિંગ, કોલકાતા નાઈટ રાઈડર્સનો કોચ બ્રેન્ડન મેક્કુલન, મુંબઈ ઈન્ડિયન્સનો કોચ મહેલા જયવર્ધને, રાજસ્થાન રોયલ્સનો કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડ, સનરાઈઝર્સ હૈદરાબાદનો કોચ ટ્રેવર બેલિસ, રોયલ ચેલેન્જર્સનો કોચ સાઈમ કેટિચ છે. માત્ર કિંગ્સ ઈલેવન પંજાબનો કોચ અનિક કુંબલે છે. જેનું કારણ ફ્રેન્ચાઈઝી મોટા નામ, પ્રતિષ્ઠા ધરાવતા કોચને પ્રાથમિકતા આપે છે.

IPLની અત્યાર સુધીની 12 સિઝનમાં દરેક વખતે વિદેશી કોચિંગમાં જ ટીમ ચેમ્પિયન બની છે. ન્યૂઝીલેન્ડના ફ્લેમિંગ પ્રથમ સિઝનમાં CSKના કોચ રહ્યા છે. તેમના કોચિંગમાં 3 વાર ટીમ ચેમ્પિયન બની છે. CSKની લીગમાં જીતની સરેરાશ 61.28% છે, જે કોઈ અન્ય ટીમથી વધુ છે.

1. ટીમોની જરૂરિયાત અલગ-અલગ: પૂર્વ CEO
મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ સીઈઓ શિશિર હતંગડી અનુસાર - ક્રિકેટ કોચિંગનું એક સત્ય છે કે, હેડ કોચ તરીકે તમારું નામ અને પ્રતિષ્ઠા મોટી હોવી જોઈએ. ફ્રેન્ચાઈઝી સૌથી પહેલા આવા નામને જ પ્રાથમિકતા આપે છે. શિશિર અત્યારે બરોડા ક્રિકેટ એસોસિએશનના સીઈઓ છે. દિલ્હી કેપિટલ્સના પૂર્વ સીઈઓ હેમંત દુઆ અનુસાર : એવું નથી કે, ભારતીય કોચ સાથે કોઈ પ્રકારનો ભેદભાવ થાય છે. ટીમની જરૂરિયાત અલગ-અલગ હોય છે. IPL એક ગ્લોબલ લીગ છે અને તેનું સ્તર મોટું છે.

2. કોચ માટે ક્વોટા સિસ્ટમ બને : રાજપૂત
મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કોચ લાલચંદ રાજપૂત સવાલ કરે છે - ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ કે પછી દુનિયાની કોઈ અન્ય ટી20 લીગમાં ભારતીય કોચોને કેટલી તક મળે છે? જોકે, IPLમાં આપણે જ પોતાનાં કોચને પ્રોત્સાહિત કરવા માટે રાજપૂત કોચ માટે ક્વોટા સિસ્ટમની તરફેણ કરે છે. તેઓ કહે છે - પ્લેઈંગ-11માં 4થી વધુ વિદેશી હોતા નથી અને એ જ રીતે કોચિંગમાં કંઈક આવી જ વ્યવસ્થા અપનાવવાની જરૂર છે.

3. ઘરેલુ ખેલાડીઓની સલાહ લે છે : ચોપડા
કેકેઆર તરફથી રમી ચૂકેલા આકાશ ચોપડાનું કહેવું છે - શાહરૂખ ખાને નક્કી કર્યું કે, જે બેસ્ટ કોચ અને સપોર્ટ સ્ટાફ છે, તેમને પસંદ કરો. આથી, જોન બુકાનન, એન્ડ્ર્યુ લીપસ ટીમમાં આવ્યા. કેપ્ટન સીધા ઘરેલુ ખેલાડીઓનો ફીડબેક લે છે, જે કોઈ કોચ સાથે રમી ચુક્યા છે. જો કોહલીએ કર્સ્ટનને પસંદ કર્યા તો તેણે દિલ્હીની ખેલાડીઓ સાથે વાત કરી હશે.

લક્ષ્મણ સનરાઈઝર્સના મેન્ટર તો ઝહીર મુંબઈ ઈન્ડિયન્સના ક્રિકેટ ઓપરેશન્સ ડિરેક્ટર
એવું નથી કે, ભારતીય કોચ IPLમાંથી ગાયબ છે. વીવીએસ લક્ષ્મણ સનરાઈઝર્સ હૈદરાબાદમાં મેન્ટરની ભૂમિકામાં છે, તો મંબઈ ઈન્ડિયન્સના ડિરેક્ટર ઓફ ક્રિકેટ ઓપરેશન્સ ઝહીર ખાન છે. રાજસ્થાન રોયલ્સે સ્થાનિક ખેલાડી દિનેશ યાજ્ઞિકને ફિલ્ડિંગ કોચ પસંદ કર્યા છે. રાજસ્થાનમાં પૂર્વ ભારતીય ખેલાડી સાઈરાજ બહતુલે પણ છે. ધીમે-ધીમે ભારતીય ખેલાડીઓનું IPLમાં પ્રતિનિધિત્વ વધી રહ્યું છે. દિલ્હી માટે વિજય દહિયા હેડ ટેલેન્ટ સ્કાઉટની ભૂમિકામાં છે, જે અગાઉ કેકેઆરમાં આસિસ્ટન્ટ હતા. મોહમ્મદ કૈફ બેટિંગ કોચ છે. આ ઉપરાંત અલગ-અલગ ટીમોમાં શ્રીધરન શ્રીરામ, વસીમ જાફર, એલ. બાલાજી, રાજીવ કુમાર, અભિષેક નાયર, ઓમકાર સાલ્વી આસિસ્ટન્ટ કોચ છે. જોકે હકીકત એ છે કે, કોચિંગ સેટઅપનો લગભગ 3 ચતુર્થાંશ ભાગ વિદેશીઓથી ભરેલો છે, ભારતીયોથી નહીં.